પથરીને દૂર કરવા રામબાણ છે આ કેળા 

તમે લીલા અને પીળા કેળા તો ખાધા હશે. પરંતુ, શું તમે લાલ કેળા ખાધા છે? 

તેમાં હાડકાંને મજબૂત કરવા માટે ઘણાંબધા ગુણધર્મો છે. 

લાલ કેળું લોહીને શુદ્ધ કરવામાં અને ચયાપચય વધારવામાં ખૂબ જ મદદ કરે છે. 

ઉત્તર દિનાજપુર જિલ્લાના કાલિયાગંજમાં પહેલીવાર દુર્લભ જાતિના કેળાની ખેતી કરી છે.

આ કેળું સૌપ્રથમ એશિયા અને દક્ષિણ અમેરિકામાં ઉગાડવામાં આવ્યુ હતુંય ઓસ્ટ્રેલિયામાં તેને રેડ ઢાકા કેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. 

આ કેળું સામાન્ય કેળા કરતા વધારે મીઠું હોય છે. પરંતુ, તેની ઉપજ સામાન્ય કેળા કરતા ઓછી હોય છે. 

આ કેળાની ખેતી માટે ઉંચાઈની જરુર પડે છે. જેથી કોઈપણ સ્વરુપે પાણી ભરાઈ જવાની શક્યતા ન રહે.

તેનો સ્વાદ પીળા કેળા જેવો જ હોય છે. આ કેળુ કિડનીની પથરીને અટકાવે છે. 

તે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને સ્કીનને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ન્યુઝ18 ગુજરાતી આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)