શક્કરિયાના જાદુઈ લાભ!

શક્કરિયા સ્વાદિષ્ટ તો છે જ સાથે સાથે તેના સ્વાસ્થ્યને લગતા વિવિધ ફાયદા પણ થાય છે. તેથી તેને તમારા આહારમાં ખાસ સામેલ કરવું જોઈએ. 

શક્કરિયા ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત છે. જે પાચન તંત્રને પ્રોત્સાહન આપે છે. ફાઇબર કબજીયાતને રોકવામાં મદદ કરે છે. 

શક્કરિયામાં ભરપૂર માત્રામાં બીટા-કેરોટીન હોય છે. જે સારી દ્રષ્ટિ અને આંખના સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ અને બળતરા વિરોધી સંયોજનો શરીરમાં એસિડિટી ઘટાડવામાં મદદ કરે છે. તે સંધિવા અને હૃદય રોગ જેવા ક્રોનિક રોગોનું જોખમ પણ ઘટાડે છે

શક્કરિયામાં વિટામિન સી હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. શરીરને ચેપ અને રોગથી પણ બચાવે છે.

શક્કરિયામાં હાઈ વિટામિન ઇ સામગ્રી કોષોના પુનર્જીવનને પ્રોત્સાહન આપે છે અને હાનિકારક યુવી કિરણોથી ત્વચાને સુરક્ષિત રાખે છે.

શક્કરિયામાં પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જે સ્ટ્રોક અને હાર્ટ એટેકના જોખમને ઘટાડીને હાર્ટને હેલ્ધી રાખે છે.

શક્કરિયામાં જોવા મળતા પોષક તત્વ કોલિન મગજના વિકાસ અને જ્ઞાનાત્મક કાર્ય માટે જરૂરી છે. તેથી તે મગજના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

શક્કરિયામાં ફાઇબર અને ઓછી કેલરી હોય છે.  જે તમારું પેટ ભરેલું રાખે છે અને વજન નિયંત્રણમાં મદદ કરે છે.

શક્કરિયામાં મેગ્નેશિયમ હોય છે. તે સ્નાયુઓને આરામ આપવામાં મદદ કરે છે. ઉપરાંત, તેને સ્ટ્રેસ રિલીફ માટે બેસ્ટ ખોરાક માનવામાં આવે છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)