જોજો હોં! ઘઉંની રોટલી બનાવવામાં કરેલી આ ભૂલ જીવ જોખમમાં મૂકશે

ભારતના દરેક ઘરમાં ઘઉંની રોટલી બનવી સામાન્ય વાત છે. ઘઉંની રોટલી કોઇપણ શાક સાથે ખાવી લોકોને પસંદ હોય છે.

પરંતુ શું તમે જાણો છો કે ઘઉંની રોટલી ખાવાથી કેન્સર જેવી ભયંકર બીમારી પણ થઇ શકે છે.

ચાલો તમને જણાવીએ કે રોટલી બનાવતી વખતે કરેલી કઇ ભૂલ કેન્સર જેવી બીમારી તરફ દોરી શકે છે.

MORE  NEWS...

રોજ દૂધમાં આ જાદુઇ પાઉડર મિક્સ કરીને પીવો, લોખંડ જેવા મજબૂત થશે હાડકા

જીવાતની સમસ્યાથી મેળવો છૂટકારો, હોમમેડ સ્પ્રેનો કરો ઉપયોગ

માર્યા વિના આ રીતે ઘરમાંથી ભગાડો કરોળિયા, વારંવાર નહીં વાળવા પડે જાળાં

ઘણા રિસર્ચમાં તે વાત સામે આવી છે કે, રોટલીને એક ખોટી રીતે બનાવવાથી કેન્સર જેવી ભયંકર બીમારી થઇ શકે છે.

રિસર્ચમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે જો રોટલીને સીધી તેજ આંચ પર શેકવામાં આવે તો તે હેલ્થ પર ખરાબ અસર કરે છે.

વર્ષ 2011માં ફૂડ સ્ટાન્ડર્ડ ઓસ્ટ્રેલિયા એન્ડ ન્યૂઝીલેન્ડ તરફથી જણાવવામાં આવ્યું હતું કે, સીધી જ ફ્લેમ પર રોટલી શેકવાથી નુકસાન થઇ શકે છે.

આ અંગે રિસર્ચર્સનું કહેવું છે કે, રોટલીને ડાયરેક્ટ તેજ આંચ પર શેકવાથી કાર્સિનોજેનિક કેમિકલ રિલીઝ થાય છે. જો કે તેના પર હજુ પણ રિસર્ચ થઇ રહ્યું છે.

WHO પણ આ વાતની પુષ્ટિ કરી ચુક્યું છે કે, રોટલીને સીધી ફ્લેમ પર શેકવાથી તેમાં એર પોલ્યુટેંટ નીકળે છે, જે હેલ્થને નુકસાન પહોંચાડી શકે છે.

રોટલીને બનાવવા માટે તમે સીધી જ ફ્લેમ પર મુકવાના બદલે તવા પર જ શેકવાનો પ્રયાસ કરોય તેનાથી બીમારીનું જોખમ ઓછુ રહે છે.

તવા પર રોટલી બનાવવા માટે તમે કોઇ સૂતરાઉ કાપડની મદદ લઇ શકો છો.

જો તમે પણ રોટલીને સીધી જ ફ્લેમ પર શેકો છો તો આજે જ આ આદત છોડી દો. નહીંતર કેન્સર જેવી ગંભીર બીમારીની ઝપટમાં આવી જશો.

MORE  NEWS...

શિયાળામાં ACને કવર કરવું જોઇએ કે નહીં? જાણો તેને પ્રોટેક્ટ કરવાની સાચી રીત

મીઠા લીમડાના પાન તરત જ ખરાબ થઇ જાય છે? આ રીતે સ્ટોર કરો

લિક્વિડ કે પાઉડર Washing Machine માટે કયુ ડિટર્જન્ટ છે બેસ્ટ?