મહિના માટે છોડી દો ચા, શરીરમાં થશે આ બદલાવ
ભારતમાં ચાના રસિયાઓની કોઇ કમી નથી. મોટાભાગના લોકોના દિવસની શરૂઆત ચા સાથે થાય છે.
આ ઉપરાંત ગમે ત્યાં જાઓ તમારુ સ્વાગત ચા સાથે જ કરવામાં આવે છે.
ઘણા લોકોને ચા એટલી પસંદ હોય છે કે ચા ન મળે તે તેમને માથુ દુખવા લાગે છે.
ઘણા લોકો એવા પણ છે જે દિવસમાં 5-7 કપ કે તેનાથી પણ વધારે ચા પી જાય છે.
ચા પીવી ભલે તમને પસંદ હોય પરંતુ લોકો તેને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી માનતા.
તેવામાં ડોક્ટર પણ ઘણીવાર ચા છોડવાની સલાહ આપે છે.
અમે તમને જણાવીશું કે, એક મહિના માટે ચા છોડી દેવામાં આવે તો શરીરમાં શું બદલાવ જોવા મળે છે.
ચામાં કેફીન પણ હોય છે જેના કારણે ઘણીવાર ચા પીવારનું બ્લડ પ્રેશર હાઇ રહે છે.
તેવામાં ચા છોડ્યા પછી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.
ચા પીવાથી દાંતને પણ નુકસાન થાય છે. ચા દાંતને નબળા અને પીળા બનાવે છે. ચા છોડવાથી તમારા દાંત સફેદ થવા લાગશે.
ચામાં કેફીનના કારણે લોકોને અનિંદ્રાની ફરિયાદ હોય છે. જો તમે ચા છોડી દેશો તો તમારી ઉંઘ સારી રીતે પૂરી થશે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી