ગરમીમાં દહીં ખાવાનો સાચો સમય કયો?

ગરમી શરૂ થતાં જ લોકો પોતાના ડાયેટમાં ઠંડી તાસીરવાળી વસ્તુઓ સામેલ કરી દે છે.

આવી જ એક વસ્તુ છે દહીં. જેમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ જેવા અનેક પોષક તત્ત્વો હોય છે.

પરંતુ મોટાભાગના લોકો તે નથી જાણતા કે દહીં ખાવાનો પણ એક સમય છે. ચાલો તમને જણાવીએ કે કયા સમયે અને કેવી રીતે ખાવું જોઇએ.

દિવસના સમયે દહીં ખાવું વધુ સારું છે. બપોર પછી થાક લાગવો સામાન્ય વાત છે. દહીં પ્રોટીન અને કેલ્શિયમનો સારો સ્ત્રોત છે, જે એનર્જી જાળવી રાખવામાં મદદ કરે છે.

આયુર્વેદ બપોરે કે રાતના ભોજન બાદ દહીં ખાવાની સલાહ આપે છે અને દહીંના શીતળ ગુણ પાચનમાં મદદ કરે છે. 

MORE  NEWS...

યુરિક એસિડનો ખાતમો કરી શકે છે 2 રૂપિયાના આ પાન, સાંધાનો દુ:ખાવો થઇ જશે ગાયબ

સિઝન પૂરી થાય એ પહેલા આ રીતે સ્ટોર કરી લો કેરી, એક વર્ષ સુધી નહીં બગડે

ગંદા સ્વીચ બોર્ડને સાફ કરવામાં નહીં લાગે ટાઇમ, આ ટ્રિકથી 5 મિનિટમાં ચમકાવો

જો કે કેટલાંક લોકોનું માનવું છે કે રાતના સમયે દહીં ખાવાથી કફની સમસ્યા થઇ શકે છે. 

ખાલી પટે દહીં ખાવાથી પાચન સંબંધિત સમસ્યાઓ થઇ શકે છે. ખાસ કરીને સંવેદનશીલ પાચનવાળા લોકો આ સમયે દહીં ન ખાય.

સૌકોઇનું પાચન તંત્ર અલગ હોય છે. તમે તમારા પાચન અને પસંદ અનુસાર પણ દહીં ખાઇ શકો છો.

દહીં સાથે કેટલીક વસ્તુઓ ખાવાનું ટાળવું જોઇએ, જેમ કે માછલી, અડદની દાળ વગેરે.

તમારા શરીરનું સાંભળો અને જુઓ કે દહીં ખાવાનો કયો સમય તમારા માટે સૌથી ઉપયુક્ત છે.

દહીં ખાવાનો સૌથી સારો સમય તે હોય છે જ્યારે તમે આરામથી અને સ્ટ્રેસ ફ્રી હોવ. તેથી દહીંનો સ્વાદ માણો અને તેના સ્વાસ્થ્ય લાભ મેળવો.

MORE  NEWS...

પટારા જેવું પેટ બહાર લટકે છે? વજન ઘટાડવું હોય તો સવારના સમયે ન કરતાં આ 1 ભૂલ

દવા વિના કંટ્રોલમાં આવી જશે હાઇ બ્લડ સુગર, રોજ પીવો મફતમાં મળતા આ પાનનો જ્યુસ

ફ્રિજમાં મૂકેલું પનીર પથ્થર જેવું થઇ જાય છે? આ ટ્રિકથી 10 મિનિટમાં થઇ જશે સોફ્ટ

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)