જૂનો તાવ, સંધિવા, સાંધાનો દુખાવો, સાયટીકા અને ડાયાબિટીસમાં પારિજાત ખૂબ જ ફાયદાકારક
સાંધાના દુખાવામાં - પારિજાતની છાલ, ફૂલ અને પાંદડા લો. તેની માત્રા લગભગ 5 ગ્રામ હોવી જોઈએ. તેને 200 ગ્રામ પાણીમાં ઉકાળો. જ્યારે ચોથા ભાગનું પાણી ઉકળી જાય ત્યારે તેને ગાળીને ઠંડુ કરી પી લો.
ક્રોનિક તાવ - મહિનાઓ અને વર્ષો સુધી સતત તાવ આવતો હોય તો પારિજાતની છાલ 3 ગ્રામ અને તેના 2 ગ્રામ પાનને પાણીમાં ઉકાળો. તેમાં 2-3 તુલસીના પાન પણ નાંખો. હવે તેને ઠંડુ કરીને પી લો.
ડાયાબિટીસ - પારિજાતના પાનને પીસીને પાણીમાં થોડું ગરમ કરીને સવારે પી લો. બ્લડ શુગરને ઘણી હદ સુધી કંટ્રોલ કરશે.
સાયટિકા - 3-4 પાંદડા પીસીને પાણીમાં ઉકાળો અને પછી તેને ઠંડુ કરીને ખાલી પેટે પીવાથી જૂના સાયટિકામાંથી રાહત મળશે.
દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો