મોટાભાગના ડાયાબિટીસ પેશન્ટને કેમ થાય છે કબજિયાતની સમસ્યા?

ડાયાબિટીસના દર્દીઓએ જીવનભર તેમની બ્લડ સુગર, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને ડાયેટનું ધ્યાન રાખવું પડે છે.

ગેસ્ટ્રોપેરેસિસ એક એવી સમસ્યા છે જે સામાન્ય રીતે ડાયાબિટીસના દર્દીઓમાં પેટ સંબંધિત સમસ્યાઓનું કારણ બને છે. જેના કારણે દર્દીની પાચનક્રિયા ધીમી પડી જાય છે.

આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે આસાન ઘરેલું ઉપાયો અપનાવી શકાય છે. આ પહેલા જાણી લો ડાયાબિટીસના દર્દીઓમાં કબજિયાત થવાના કારણો શું છે.

પૂરતું ફાઇબર ન ખાવું, પૂરતું પાણી ન પીવું, દિનચર્યામાં ફેરફાર, જેમ કે મુસાફરી, અલગ-અલગ સમયે ખાવું કે સૂવું, કબજિયાતનું કારણ બની શકે છે.

એક્સપર્ટના મતે કબજિયાતની સમસ્યામાં પેઇનકિલરનું વધુ પડતું સેવન અથવા આયર્ન અને કેલ્શિયમ સપ્લીમેન્ટ લેવાથી થઈ શકે છે.

MORE  NEWS...

બદામ સાથે આ 4 વસ્તુ પલાળી દેજો, કમજોર શરીરમાં ભરી દેશે અનેકગણી તાકાત

બેલી ફેટ નથી ઘટતું? બીજુ બધું છોડીને પીવો આ ભુરુ પાણી, સપાટ થઇ જશે ઢોલ જેવું પેટ

ભૂલેચૂકે પણ આ 5 દવાઓ એકસાથે ન ખાતા! પેટમાં ઉભું થશે વંટોળ, 99% લોકો કરે છે ભૂલ

સવારે ઉઠીને સૌથી પહેલા એક ગ્લાસ ગરમ પાણી પીવો. આવું નિયમિત કરવાથી પેટ બરાબર સાફ થાય છે અને કબજિયાતની સમસ્યા ઓછી થવા લાગે છે.

ફળો અને શાકભાજીમાં ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. કબજિયાતની સમસ્યા દૂર થાય છે. તેથી, પુષ્કળ મોસમી ફળો અને લીલા પાંદડાવાળા શાકભાજી ખાઓ.

રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી ઘી ભેળવીને પીવો. આના કારણે ભોજન સારી રીતે પચી જાય છે અને સવારે શૌચ કરવામાં કોઈ તકલીફ પડતી નથી.

કબજિયાત દૂર કરવા માટે, દરરોજ એક ગ્લાસ નારિયેળ પાણી પીવો. આને પીવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળે છે અને પાચનતંત્ર પણ મજબૂત બને છે.

દરરોજ ઓછામાં ઓછો અડધો કલાક કસરત અથવા યોગ કરો. વ્યાયામ કરવાથી ખોરાક સરળતાથી પચી જાય છે અને શરીર પણ સ્વસ્થ રહે છે.

અહીં જણાવેલ આયુર્વેદિક ઉપાયો અને લાઇફસ્ટાઇલમાં ફેરફારને અપનાવવાથી તમે ટૂંક સમયમાં જ જૂની કબજિયાતથી છુટકારો મેળવી શકો છો.

MORE  NEWS...

પેટ અને જાંઘ પર જામેલી ચરબી ઓગાળી દેશે આ દેશી ડ્રિંક, આ સમયે કરો સેવન

મની પ્લાન્ટ સુકાઇ ગયો છે? કુંડામાં રસોડાની આ વસ્તુ નાંખો, ફરીથી લીલાછમ થઇ જશે પાન

મહિલાઓને પીરિયડ્સમાં અથાણાને અડવાની કેમ હોય છે મનાઇ? શું તે ખરેખર બગડી જાય

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)