દૂધ અને કેલોગ્સ. આ નાસ્તાની વાનગી મોડી રાતની ભૂખ માટે ઉત્તમ પસંદગી છે. તે તમને ઊંઘવામાં પણ મદદ કરે છે.
તાજા રાસબેરી સાથે કોટેજ ચીઝનો એક કપ રાતનો સરસ નાસ્તો છે. કોટેજ ચીઝમાં લીન પ્રોટીન સેરોટોનિને બુસ્ટ કરે છે, જેનાથી તમે રાત્રે સારી ઊંઘ લઈ શકો છો.
એડમામે અથવા બેબી સોયાબીન પણ ઉત્તમ વિકલ્પ છે કારણ કે તે સ્નાયુઓને રિલેક્સ કરી દે છે અને ઊંઘ લાવી શકે છે.
રાત્રે ચીઝ ખાવું વિચિત્ર લાગે છે, પરંતુ તે ખરાબ નથી કારણ કે તેમાં કેલ્શિયમ, મેલાટોનિન, પ્રોટીન અને ટ્રિપ્ટોફેન હોય છે.
મુઠ્ઠીભર બદામ અથવા અખરોટ પણ સારા. કારણ કે તેમાં હેલ્ધી ફેટ અને પ્રોટીન હોય છે. તેમાં મેગ્નેશિયમ પણ હોય છે, જે રિલેક્સ કરે છે અને સારી ઊંઘ આવે છે.
સૂવાના સમયે નાસ્તા માટે દ્રાક્ષ એ બીજો સારો વિકલ્પ છે કારણ કે તેમાં મેલાટોનિન હોય છે, જે ઝડપથી ઊંઘવામાં મદદ કરે છે.
ઇંડામાં પ્રોટીન અને ટ્રિપ્ટોફન વધુ હોય છે, જે તેને સૂતા પહેલા ઉત્તમ નાસ્તો બનાવે છે.
જેમને કૈંક ગળ્યું ખાવાની ઈચ્છા હોય તેમના માટે ડાર્ક ચોકલેટ સારો વિકલ્પ છે. તે એન્ટીઑકિસડન્ટો ધરાવે છે અને અતિશય ખાંડ પણ નથી હોતી.
કેમોલી અથવા પેપરમિન્ટ જેવી હર્બલ ટી ચિત્ત શાંત કરવા માટે સારી રહેશે. હર્બલ ટી ઇન્દ્રિયોને શાંત કરી શકે છે અને આરામ આપે છે, જે તેમને સૂવાનાં સમય પહેલાં એક ઉત્તમ વિકલ્પ છે.