પાકિસ્તાનમાં 1 યૂનિટ વીજળીનો ભાવ સાંભળી બેભાન થઈ જશો

પાકિસ્તાન તેના ઈતિહાસના સૌથી મોટી આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. 

લોટ-દાળથી લઈને રોજબરોજની વસ્તુઓ વિશે તો તમે જાણ્યું જ હશે, પણ હવે તો વીજળીના બિલને લઈને લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. 

1 યૂનિટની કિંમત કેટલી?- વાસ્તવમાં, પાકિસ્તાનમાં 1 યૂનિટ વીજળીની કિંમત 56 રૂપિયા થઈ ગઈ છે. 

એવામાં પહેલેથી મોંઘવારીનો સામનો કરી રહેલા લોકો હવે વીજળીના બિલ લઈને રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. 

રિપોર્ટ પ્રમાણે, પાકિસ્તાનમાં માર્ચ 2023થી લઈને ઓગસ્ટ 2023 સુધી પ્રતિ યૂનિટ વીજળી લગભગ 20 રૂપિયા સુધી મોંઘી થઈ ગઈ છે. 

માર્ચ મહિનામાં સરકારી તરફથી વીજળીના દરોમાં 5.50 રૂપિયા પ્રતિ યૂનિટનો વધારો કરવામાં આવ્યો, જ્યારે જુલાઈ મહિનામાં વીજળીના દરો ફરીથી 7.50 રૂપિયા પ્રતિ યૂનિટ વધારવામાં આવ્યા. 

ઓગસ્ટમાં પણ પાકિસ્તાનમાં વીજળી 5 રૂપિયા પ્રતિ યૂનિટ મોંઘી થઈ ગઈ. 

આ હિસાબથી પાકિસ્તાનમાં જે વીજળી માર્ચ મહિનામાં 38 રૂપિયા યૂનિટ હતી, તે હવે લગભગ 56 રૂપિયાની આસપાસ પહોંચી ગઈ છે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.