રાજકોટ બન્યું મીની આબુ! જુઓ આહ્લાદક દ્રશ્યો
વરસાદના આગમનની સાથે જ હરિયાળી ખીલી ઉઠે છે.
વરસાદી માહોલમાં પ્રકૃતિના ખોળે બેસીને મજા માણવાનો આનંદ અનેરો છે.
ચોમાસામાં પ્રકૃતિના પ્રેમીઓ નયનરમ્ય પ્રકૃતિની મજા માણવા હિલ સ્ટેશન જતા રહે છે.
રાજકોટ ખાતે આવેલ ઓસમ ડુંગર પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે.
રાજકોટથી 110 કિલોમીટર તેમજ ધોરાજીથી 22 કિલોમીટર દૂર ઓસમ ડુંગર આવેલું છે.
આ સ્થળે પહાડો, ઝરણાંઓ, જંગલ અને કુદરતનો શણગાર જોવા મળે છે.
આ સુંદરતા લોકોના મન મોહી લે છે. અહીં ચોમાસામાં તમે પ્રકૃતિના ખોળે બેસીને મજા માણી શકો છો.
હાલ આ સ્થળ સૌરાષ્ટ્રના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
ઓસમ પર્વત ઉપર ટપકેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે.
ધરતી માતાએ લીલીછમ ચાદર ઓઢી હોય તેવો નજારો આ ડુંગર ખાતે જોઈ શકાય છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...