આ મંદિરમાં પ્રસાદમાં ભક્તોને આપવામાં આવે છે સોના-ચાંદીના આભૂષણ
ભારતમાં ઘણા એવા મંદિર છે જે ઘણા જુના અને ચમત્કારી છે. આજે અમે તમને એવા મંદિર વિષે જણાવી રહ્યા છે જ્યાં પ્રસાદમાં સોનના આભૂષણ મળે છે.
આમતો મંદિરોમાં પ્રસાદ તરીકે લાડુ, ફળ અથવા મીઠાઈ આપવામાં આવે છે. ત્યારે રતલામમાં એક એવું મહાલક્ષ્મીનું મંદિર છે જ્યાં ભક્તોને પ્રસાદમાં સોનાના ઘરેણા આપવામાં આવે છે.
આ મંદિરમાં થોડા દિવસો માટે કુબેરનો દરબાર યોજાય છે, આ દિવસો દરમિયાન ભક્તોને પ્રસાદના રૂપમાં સોનાના આભૂષણો આપવામાં આવે છે.
આ મંદિરમાં આખું વર્ષ ભક્તોની ભીડ રહે છે. જ્યાં ભક્તો આવે છે અને તેમની ભક્તિ સાથે સોનું, ચાંદી અથવા રોકડ અર્પણ કરે છે.
ભક્તો ખાસ કરીને દિવાળી અને ધનતેરસના દિવસે આ મંદિરમાં સોના-ચાંદીના આભૂષણો ચઢાવે છે. આ દરમિયાન માતાનો શ્રુંગાર કરવામાં આવે છે.
આ મંદિરમાં એટલી મોટી રકમમાં સોનું અને ચાંદી ચઢાવવામાં આવે છે કે 24 કલાક પોલીસ તૈનાત અને સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવે છે.
મંદિરના પ્રસાદમાં મળેલા સોના, ચાંદી અને રોકડનો સંપૂર્ણ હિસાબ મંદિર સમિતિ રાખે છે. અહીંથી કોઈ ભક્ત ખાલી હાથે જતો નથી.
એવું માનવામાં આવે છે કે અહીંના પ્રસાદમાં જે સોનું, ચાંદી કે રોકડ મળે છે તેને ઘરમાં સુરક્ષિત રીતે રાખવું જોઈએ. તેનાથી ઘરમાં બરકત આવે છે.
મહાલક્ષ્મીનું આ મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. અહીં આવનાર દરેક ભક્તની તમામ ઈચ્છાઓ પુરી થાય છે.