સનાતન ધર્મમાં તુલસીના છોડનું ખૂબ મહત્વ માનવામાં આવે છે.
તુલસીનો છોડ લગાવવાથી સકારાત્મક ઉર્જા આવે છે.
તુલસીના ઘણા પ્રકાર છે. તો ચાલો જાણીએ જાણીએ ઘરમાં કઈ તુલસી લગાવવી શુભ છે.
સનાતન ધર્મમાં રામ તુલસી અને શ્યામ તુલસીને શુભ માનવામાં આવે છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રામ તુલસી લગાવવું શ્રેષ્ઠ માનવામાં આવે છે.
રામ તુલસી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા આકર્ષે છે. લોકો રામ તુલસીની ધાર્મિક રીતે પૂજા કરે છે, જ્યારે બીજી બાજુ શ્યામા તુલસીનો મોટાભાગે દવા તરીકે ઉપયોગ થાય છે.
અજ્ઞાનતાના કારણે લોકો એ નથી જાણતા કે તેમના ઘરમાં કયા પ્રકારનો તુલસીનો છોડ લગાવવો જોઈએ. તુલસીના બે પ્રકાર છે, એક રામ તુલસી અને બીજી શ્યામ તુલસી.
ઘરમાં માત્ર રામ તુલસીનો છોડ જ લગાવવો જોઈએ એની માન્યતા વિશેષ છે. રામ તુલસીની દરરોજ યોગ્ય રીતે પૂજા કરવી જોઈએ.
રવિવાર અને એકાદશીના દિવસે તુલસીના છોડને પાણી ન ચઢાવવું જોઈએ. તુલસીને ચોખ્ખા હાથથી સ્પર્શ કરવું, તુલસીને નહાયા હાથથી સ્પર્શ કરવું નહિ
એટલું જ નહીં તુલસી પાસે હંમેશા સ્વચ્છતા રાખવી જોઈએ. તુલસીના છોડને સાફ ન રાખવાથી નકારાત્મકતા આવે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)