હોલિકા દહન ફાગણ માસની પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે.
આ વર્ષે હોલિકા દહન 24 માર્ચે દેશભરમાં કરવામાં આવશે.
હોલિકા દહન જોવું ખુબ શુભ માનવામાં આવે છે.
એનો લોકો પર સકારાત્મક પ્રભાવ પડે છે અને ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે.
જો કે, કેટલાક લોકોને હોલિકા દહન ન જોવાની સલાહ આપવામાં આવે છે.
નવવિવાહિત દુલ્હનોએ હોલિકા દહન જોવાથી બચવું જોઈએ.
ગર્ભવતી મહિલાઓ, વહુઓ અને સાસુ સસરાએ પણ હોલિકા દહન જોવાથી બચવું જોઈએ.
આ વર્ષે હોલિકા દહનનો શુભ સમય રાતે 10.27થી 12.02 સુધી છે.