10 રૂપિયાના ખર્ચે નવા જેવું ચમકાવો વોશ બેસિન
ઘરના વોશ બેસિનનો ઉપયોગ આખો દિવસ થતો હોય છે. જેના કારણે તે પીળું પડી જાય છે અને ખરાબ દેખાવા લાગે છે.
જો તમારા ઘરનું વોશ બેસિન પણ પીળુ પડી ગયું છે તો આ સરળ ટ્રિક જરૂર ફોલો કરો.
આ ટ્રિકને અપનાવવાથી તમારુ વોશ બેસિન એવું જ દેખાવા લાગશે જેવું તમે ખરીદીને લાવ્યા હતા.
આ ઉપરાંત ઘરના વોશ બેસિનને સાફ કરવા માટે તમારે 10 રૂપિયાથી વધારે ખર્ચ કરવાની પણ જરૂર નથી.
વોશ બેસિન અથવા સિંકને સાફ કરવા માટે તમારે બેકિંગ સોડા અને વ્હાઇટ વિનેગરની જરૂર પડશે.
તેનાથી તમારુ વોશ બેસિન ચમકી ઉઠશે અને તેની બ્લોક પાઇપ પણ સાફ થઇ જશે.
આ ઉપરાંત જો તમારા વોશ બેસિનમાંથી દુર્ગંધ આવતી હોય તો તે પણ સરળ ટ્રિકથી દૂર થઇ જશે.
વોશ બેસિનની સફાઇ માટે સૌથી પહેલા બે ચમચી બેકિંગ સોડા લો અને તેને આખા બેસિનમાં છાંટી દો.
આ ઉપરાંત એક ચમચી બેકિંગ સોડા વોશ બેસિનની પાઇપમાંથી પણ નાંખી દો.
છેલ્લે અડધો ગ્લાસ વ્હાઇટ વિનેગર વોશ બેસિનમાં નાંખો અને તેને એક-બે કલાક માટે એમ જ રહેવા દો.
છેલ્લે અડધો ગ્લાસ વ્હાઇટ વિનેગર વોશ બેસિનમાં નાંખો અને તેને એક-બે કલાક માટે એમ જ રહેવા દો.
તે બાદ વોશ બેસિનમાં પાણી નાંખીને સારી રીતે ઘસો. થોડી જ વારમાં તમારુ વોશ બેસિન ચમકી ઉઠશે.
જો તમારી પાસે બેકિંગ સોડા અથવા વિનેગર નથી તો કોલ્ડ ડ્રિંકનો ઉપયોગ કરી શકો છો.
વોશ બેસિન સાફ કરવા માટે વ્હાઇટ કોલ્ડ ડ્રિંકનો જ ઉપયોગ કરો નહિંતર તેના પર ડાઘ લાગી શકે છે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી