રસોડામાં ગરોળીનો વધી ગયો છે ત્રાસ?

ગરમીમાં ઘરે જ્યાં-ત્યાં ગરોળી જોવા મળે છે. પરંતુ તેનો સૌથી વધારે આતંક રસોડામાં હોય છે. 

રસોડામાં રહેલી ગરોળી ખાવા-પીવાની વસ્તુને ખરાબ ન કરી દે તેનો ડર રહે છે.

એવામાં તમે ઘરેલું નુસ્ખાની મદદથી ગરોળીને રસોડામાંથી ભગાડી શકો છો. 

રસોડામાંથી ગરોળીને ભગાડવા માટે તમે ડુંગળી અને લસણનો જુગાડ અપનાવી શકો છો. 

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ

એક મીડિયમ સાઇઝની ડુંગળીને મોટી-મોટી કાપો.

તેમાં 4 થી 5 લસણની કળીને મિક્સરમાં મિક્સ કરી દો.

બાદમાં આ પેસ્ટને એક વાટકામાં નીકાળો અને તેમાં બેકિંગ સોડા, મરી પાવડર અને 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરો.

બધી વસ્તુને બરાબર મિક્સ કર્યા બાદ તેમાં એકથી બે કપ પાણી ઉમેરો. 

ત્યારબાદ આ પાણીને ગાળીને સ્પ્રે બોટલમાં ભરી દો.

રસોડા સહિત ઘરના દરેક ખૂણામાં આ પાણી છાંટી દો. 

આ હર્બલ સ્પ્રેની મદદથી ગરોળી જરૂર ભાગી જશે. 

નોંધનીય છે કે, વૉર્ડરોબમાં આ પાણી સ્પ્રે ન કરવું. નહીંતર કપડામાંથી દુર્ગંધ આવશે.

વૉર્ડરોબમાંથી ગરોળીને ભગાડવા માટે નેપ્થલીન બોલ્સનો ઉપયોગ કરો. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ