આ સરળ સ્ટેપ્સથી ઘરે બનાવો પ્રોટીન પાવડર

આજકાલના બાળકોના ખાવા બાબતે એટલે નખરા હોય છે કે ખાવાની વસ્તુ દ્વારા તેમને પૂરુ પોષણ આપવું મુશ્કેલ છે.

તેના કારણે બાળકોના હાડકા નબળા પડી જાય છે. તેની ઇમ્યુનિટી મજબૂત નથી થતી. તે જલ્દી થાકી જાય છે, રમવામાં મન નથી લાગતું, જેવા લક્ષણ દેખાય છે.

તેવામાં જરૂરી છે કે બાળકોને ભરપૂર કેલ્શિયમ આપવામાં આવે, જેનાથી તેમના હાડકા મજબૂત થઇ જાય છે અને તેમનામાં શક્તિ રહે.

અહીં અમે તમને ઘરે સરળતાથી પ્રોટીન પાવડર બનાવવાની રીત જણાવી રહ્યાં છીએ જે હાડકાને મજબૂત કરવાની સાથે શરીરને તાકાતથી ભરી દેશે અને નબળાઇ દૂર કરશે.

MORE  NEWS...

ચા પીવાના 15 મિનિટ પહેલા પી લો આ વસ્તુ, નહીં થાય એસિડિટીની સમસ્યા

Gardening: કરમાયેલા છોડમાં એક ચમચી આ પાવડર નાંખી દો, ગુચ્છામાં ખીલશે ફૂલ

ચીકણા અને ગંદા થઇ ગયાં છે કિચનના નળ? આ રીતે સાફ કરીને નવા જેવા ચમકાવો

પ્રોટીન પાવડર બનાવવા માટે 250 ગ્રામ મખાના, કાજૂ, મગફળીના દાણા, મિશરી, અખરોટ, અળસી, શેકેલા ચણા, 2 ચમચી ઇલાયચી લો.

પ્રોટીન પાવડર બનાવવા માટે આ બધી સામગ્રીને એક પેનમાં નાંખીને ડ્રાય રોસ્ટ કરી લો.

આ બધી વસ્તુને બારીક પીસીને પાવડર બનાવી લો અને એક સૂકા એરટાઇટ જારમાં ભરીને રાખી લો.

આ પ્રોટીન પાવડરની એક ચમચીને એક ગ્લાસ હુંફાળા દૂધમાં મિક્સ કરીને સવાર સાંજ બાળકોને પીવડાવો.

પ્રોટીનમાં એમિનો એસિડ હોય છે  જે હાડકા અને માંસપેશીઓના નિર્માણ અને રિપેર માટે જરૂરી છે. નિયમિત રૂપે પ્રોટીન પાવડર લેવાથી બાળકોની ઇમ્યુનિટી મજબૂત થાય છે.

MORE  NEWS...

વરસાદની સિઝનમાં પણ અથાણામાં ફૂગ નહીં વળે, સ્ટોર કરતી વખતે આટલું કરો

Henna: વાળમાં તમે પણ લગાવો છો મહેંદી? 1 નહીં, જાણી લો 8 નુકસાન

Butter Recipe: ખાલી બે વસ્તુથી ઘરે બનાવો માર્કેટ જેવું બટર, એકદમ સિંપલ છે રીત

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)