રાતે પૃથ્વી કેવી દેખાય? ત્રીજો ફોટો છે એકદમ ખાસ
પૃથ્વી તેની ધરી પર ફરે છે. દિવસના 24 કલાકમાંથી કેટલાંક અજવાળામાં તો કેટલાંક રાતના અંધકારમાં પસાર થાય છે.
દિવસના સમયે તમને બધુ જ ક્લિયર દેખાય છે.
જો તમે પ્લેનમાં મુસાફરી કરો તો તમને નીચે પાણી, જમીન, ખેતર બધું જ દેખાય છે.
તેવામાં એ વિચારો કે રાતના સમયે જ્યારે પ્લેનમાંથી ધરતી પર કશું નથી દેખાતું.
તો સ્પેસમાંથી રાતે જોવું કેટલું મુશ્કેલ હશે.
સ્પેસમાં મોકલેલા સેટેલાઇટમાં એટલા શાર્પ કેમેરા લાગેલા હોય છે કે તે રાતના અંધકારમાં પણ બધું જ ક્લિયર જોઇ શકે છે.
હાલમાં જ સોશિયલ મીડિયા પર સ્પેસમાંથી પૃથ્વીનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે.
વાયરલ થઇ રહેલા આ વીડિયોને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી કેદ કરવામાં આવ્યો છે.
તેમાં જોવા મળ્યું કે શહેરોમાં લાઇટ ચાલુ હોવાના કારણે પૃથ્વી રાતે પણ ચમકદાર દેખાય છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...