તમે કેટલા ફિટ છો? આ રીતે ઘરે જ કરો ચેક

તમે કેટલા ફિટ છો? આ રીતે ઘરે જ કરો ચેક

આજકાલની લાઇફસ્ટાઇલમાં લોકો હેલ્ધી અને ફિટ રહેવા માટે ઘણું બધુ કરે છે.

કોઇ કલાકો સુધી જિમમાં પરસેવો પાડે છે તો કોઇ સવારે વોકિંગ અને યોગ પર ફોકસ કરવાનો પ્રયાસ કરે છે. 

પરંતુ તમે ખરેખર ફિટ છો? શું તમારા મનમાં પણ આ જ સવાલ ફરી રહ્યો છે?

આજે અમે તમને ઘરે જ ફિટનેસ ચેક કરવાની કેટલીક યુનિક રીતો વિશે જણાવીશું. 

MORE  NEWS...

સવારમાં જ પેટમાં ગેસ થાય છે? આ મસાલો ફાંકી જાવ, તરત મળશે આરામ

દુખાવાથી માથુ ફાટે છે? આ નાની અમથી વસ્તુ મોંમાં મૂકી દો, તરત આરામ મળશે

આ ટેસ્ટ દ્વારા તમે મિનિટોમાં જાણી શકશો કે તમે કેટલા ફિટ અને હેલ્ધી છો. 

તમારુ શરીર કેટલું હેલ્ધી છે તેને જાણવાની સૌથી બેસ્ટ રીત છે એક પગ પર ઉભા રહેવું. 

એક પગ પર ઉભા રહેવાની પોઝિશનમાં જો તમે 1 મિનિટ કે તેનાથી વધારે સમય ઉભા રહો તો તેનો અર્થ છે કે તમારા શરીરનું સંતુલન બરાબર છે અને તમે ફિટ છો.

તમારી ફિટનેસ જાણવા માટે તમે ઘરમાં સીડી ચડીને જુઓ. જો તમને સીડી ચડવાથી શ્વાસ ચડે છે તો તમારી ફિટનેસનું લેવલ ખરાબ છે. 

સીડી ચડવાની જેમ પુશઅપ પણ એક બેઝિક મૂવમેન્ટ છે જેને એક સામાન્ય ફિટ વ્યક્તિ આરામથી કરી શકે છે. 

જો તમે ઘરે 2થી વધારે પુશ-અપ ન કરી શકો તો તે ખરાબ ફિટનેસનું લક્ષણ છે. 

પુશ-અપ તમારી અપર હોડીને ફિટનેસ અને તાકાત વિશે જણાવે છે અને ક્વોટ્સથી તમારી લોઅર બોડીની ફિટનેસ અને તાકાત વિશે જાણી શકાય છે. 

તેથી તમે ઘરે જ સ્ક્વોટ્સ કરી જુઓ. જો તમે 2-3 સ્ક્વોટ્સ સારી રીતે ન કરી શકતાં હોય તો તમારી ફિટનેસ ખરાબ છે. 

MORE  NEWS...

લસણના ફોતરાંને કચરો ન સમજતાં! ફાયદા જાણશો તો બીજીવાર ફેંકવાની ભૂલ નહીં કરો

Health: રોજ આ સમયે ખાવ એક મુઠ્ઠી ચણા, લોખંડ જેવું મજબૂત થશે શરીર