પોપકોર્ન ખાવું સ્વાસ્થ્ય માટે કેટલું યોગ્ય?

તમે પણ પોપકોર્ન મોટા ભાગે ફિલ્મ જોતા ખાધા હશે અથવા તો સ્નેક્સ તરીકે, પરંતુ ટાઈમપાસ સ્નેક્સ સ્વાસ્થ્ય માટે કેટલા યોગ્ય છે. 

પોપકોર્નમાં વિટામિન્સ, ફાઈબર અને મિનરલ્સના ગુણ મળે છે, જે સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.

પોપકોર્નનું સેવન કરવાથી ઘણી સ્વાસ્થ્ય બીમારીઓનો ખતરો ઓછો થાય છે. તો ચાલો જાણીએ પોપકોર્નનું સેવન કરવાથી સ્વાસ્થ્યને કેટલા ફાયદા થાય છે. 

પોપકોર્નમાં ફાયબર ભરપૂર હોય છે, જે પાચન સબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. સાથે જ કબ્જની સમસ્યાથી રાહત અપાવે છે. 

પોપકોર્નમાં ગ્લાઈસેમિક ઇન્ડેક્સની માત્રા ખુબ ઓછી હોય છે, જે બ્લડ સુગરને ઓછું કરવામાં મદદ કરે છે. 

કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે પોપકોર્નનું સેવન કરવું ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. પોપકોર્નમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે.

પોપકોર્નમાં કેલ્શિયમ સારી માત્રામાં હોય છે, જે હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. 

પોપકોર્નમાં હાઈ ફાયબર હોય છે જેના કારણે વજન ઓછો કરવામાં પણ મદદ કરે છે. 

સીમિત માત્રામાં પોપકોર્નનું સેવન સ્વાસ્થ્ય માટે સારું સાબીત થઇ શકે છે, એટલા માટે આને ડાઈટમાં સામેલ કરો. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.