દર કલાકે કેટલી મર્સિડીઝ કાર ખરીદી શકે એલોન મસ્ક?

દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કનું સેલરી પેકેજ સાંભળીને તમે ચોંકી જશો.

તેમનું પેકેજ એટલું વિશાળ હતું કે અમેરિકન કોર્ટે તેના પર સ્ટે મૂકવો પડ્યો, આખરે 6 વર્ષ પછી તે તેને મેળવવામાં સફળ રહ્યા.

ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદન કંપની ટેસ્લાના શેરધારકોએ એલોન મસ્કના $56 બિલિયન (લગભગ રૂ. 4.64 લાખ કરોડ)ના વાર્ષિક પેકેજને મંજૂરી આપી છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

અમેરિકન કોર્પોરેટ ઈતિહાસમાં સીઈઓ માટે આ અત્યાર સુધીનું સૌથી મોટું સેલરી પેકેજ છે.

માત્ર 73 ટકા શેરધારકોએ એલોન મસ્કના આ વિશાળ પગાર પેકેજને મંજૂરી આપી છે, જ્યારે સામાન્ય રીતે કોર્પોરેટ જગતમાં 95 ટકા શેરધારકો આવા પેકેજને મંજૂરી આપે છે.

મસ્કના પેકેજને મંજૂર કરવાની સાથે, ટેસ્લાના શેરધારકોએ કંપનીના કાનૂની મુખ્યાલયને ડેલવેરથી ટેક્સાસમાં ખસેડવાની પણ મંજૂરી આપી છે. 

કંપનીના બોર્ડનું કહેવું છે કે વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ આ પેકેજને લાયક છે કારણ કે તેણે કંપનીના બજાર મૂલ્ય અને નફો વધારવામાં મોટો ફાળો આપ્યો છે.

હાલમાં, શેરધારકો દ્વારા મંજૂર કરાયેલા પેકેજ હેઠળ, તેઓને વાર્ષિક $56 બિલિયન (આશરે રૂ. 4.64 લાખ કરોડ) મળશે.

પેકેજ બાદ દર કલાકે 53.79 કરોડ રૂપિયા ઈલોન મસ્કના ખાતામાં આવશે. આનો અર્થ એ છે કે તેઓ દર કલાકે 50 થી વધુ મર્સિડીઝ કાર ખરીદવા જેટલા પૈસા કમાશે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.