તમે ઘરમાં કેટલું સોનું રાખી શકો? આ હકીકત જાણવી ખૂબ જ જરુરી છે.

ભારતમાં સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે અને અહીં દરેક ઘરમાં સોનું રાખવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે તેની મર્યાદા શું છે?

જો તમે નિશ્ચિત મર્યાદા કરતાં વધુ સોનું ઘરમાં રાખો છો, તો તમે સરકારની દેખરેખ હેઠળ આવી શકો છો.

એક મોટો સવાલ એ છે કે આખરે મહિલાઓ ઘરમાં કેટલું સોનું રાખી શકે છે, જે ઈન્કમટેક્સ દ્વારા જપ્ત ન થવું જોઈએ?

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ 1994માં સોના અંગે કેટલીક માર્ગદર્શિકા જારી કરી હતી.

જો કોઈ પરિણીત મહિલા પાસેથી 500 ગ્રામ સુધીના સોનાના દાગીના મળે તો ટેક્સ અધિકારીઓ તેને જપ્ત કરશે નહીં.

જો કોઈ અપરિણીત મહિલા પાસે 1250 ગ્રામ સુધીના સોનાના દાગીના જોવા મળે તો ટેક્સ અધિકારીઓ તેને જપ્ત કરી શકતા નથી.

અપરિણીત અથવા પરિણીત પુરુષ સભ્ય 100 ગ્રામ સુધીના સોનાના દાગીના રાખી શકે છે

જો તમારા ઘરમાં આવકવેરાના દરોડા પડે છે, તો તમને આટલું સોનું રાખવાની છૂટ છે.

સીબીડીટીએ આ નિયમો એટલા માટે બનાવ્યા છે કે આવકવેરાના દરોડા દરમિયાન સોનાના દાગીના જપ્ત કરવામાં રાહત મળી શકે.

આ નિયમો પરિવારના સભ્યોને લાગુ પડે છે અને જણાવે છે કે સોનાના દાગીના રાખવા અંગે કોઈ કાયદો નથી..