શું બચત ખાતામાં એક મર્યાદાથી વધુ રુપિયા રાખવાથી તમને નુકસાન થાય છે?
આજના સમયમાં બેંક એકાઉન્ટ હોવું ઘણું જરૂરી છે. બેંક એકાઉન્ટ દ્વારા નાણાકીય આપ-લેમાં સરળતા રહે છે.
જ્યારે બેંક એકાઉન્ટ પણ જુદા-જુદા પ્રકારના હોય છે. લોકો સેવિંગ એકાઉન્ટ, કરન્ટ એકાઉન્ટ અને સેલેરી એકાઉન્ટ ખોલાવી શકે છે.
પરંતું શું તમને ખબર છે કે, સેવિંગ એકાઉન્ટમાં કેટલા રૂપિયા રાખી શકાય? આવો જાણીએ તેના વિશે.
સેવિંગ એકાઉન્ટ એટલે કે બચત ખાતામાં ગમે તેટલા રૂપિયા રાખી શકો છો, પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે.
જો બચત ખાતામાં જમા રૂપિયા ITRની મર્યાદામાં આવે છે તો તમારે તેના વિશે માહિતી આપવી પડશે.
બચત ખાતા પર ટેક્સ ચૂકવવાનો હોતો નથી. પરંતુ તેનથી થતી વ્યાજની આવક પર ચૂકવવાનો હોય છે.
જોકે આ માટે એક મર્યાદા છે, જે મુજબ નાણાકીય વર્ષમાં બેંકમાથી મળતું વ્યાજ 10000 રુપિયાથી વધારે હોવું જોઈએ.
જો મર્યાદાથી વ્યાજની આવક ઓછી હોય તો ટેક્સ લાગતો નથી, જો વધારે છે તો તમે કપાત દાવો કરી શકો છો.
તમે આ માટે આવકવેરાની કલમ 80TTA હેઠળ કપાત માટે દાવો કરી શકો છો.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.