દિવસમાં કેટલીવાર ચા પીવી જોઈએ? 

ઘણાં લોકો સવારે ઉઠ્યા પછી એક કપ ચા સાથે દિવસની શરુઆત કરે છે. 

ત્યારબાદ, દિવસમાં ઘણી વખત ચા પીવાની આદત ઘણાં લોકોમાં સામાન્ય છે. 

પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યુ કે દિવસમાં કેટલીવાર ચા પીવી જોઈએ? 

નિષ્ણાંતોના મતે કોઈપણ વ્યક્તિએ ત્રણ કપથી ઓછી ચા પીવી જોઈએ. 

ન્યુટ્રીશન એક્સપર્ટ અનુસાર વ્યક્તિએ ક્યારેય દિવસમાં ત્રણ કપથી વધારે ચા ન પીવી. 

તેમના મતે, દિવસમાં 3-4 કપ ચા અથવા 710-950 મિલીલીટરથી વધારે ચા ન પીવી જોઈએ.

દરરોજ એક કપથી વધારે ચા પીવાથી શરીરમાં આયર્નનું શોષણ ઓછું થાય છે. 

વધુ પડતી ચા પીવાથી પણ અનિદ્રા થઈ શકે છે. તેમજ તેનાથી ઉબકા અને ગેસ્ટ્રિક હોઈ શકે છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)