ચોમાસામાં કેટલું પાણી પીવું જોઈએ?
સ્વસ્થ અને નિરોગી જીવન જીવવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવુ ખૂબ જ જરૂરી છે.
કારણ કે પાણી પીવાથી માત્ર ડિહાઇડ્રેશનની સમસ્યા દૂર થાય છે એવું નથી.
પરંતુ તેની સાથે કબજિયાત અને શરીર સાથે જોડાયેલી અન્ય બીમારીઓ માંથી પણ છુટકારો મળે છે.
આયુર્વેદનાં એક્સપર્ટ ડૉ ધન્વન્તરિ કુમાર ઝા દ્વારા દરરોજના 8થી10 ગ્લાસ પાણી પીવું જોઈએ.
ઉનાળામાં આપણને વધારે તરસ લાગે છે, જેના કારણે આપણે શક્ય એટલું વધારે પાણી પીવાનું રાખીએ છીએ.
પણ જેમ-જેમ મોસમ બદલાય છે, અને વાતાવરણમાં ઠંડકનું પ્રમાણ વધારે થાય છે.
તેમ-તેમ આપણે પાણી પીવાનું પ્રમાણ ઘટાડી દઈએ છીએ.
ઉનાળામાં આપણને જેટલી તરસ લાગે છે, એટલી તરસ શિયાળામાં કે ચોમાસામાં લાગતી નથી.
પરિણામે શિયાળામાં, ચોમાસામાં લોકો ઓછું પાણી પીવે છે. પરંતુ તેમ છતાં ડિહાઇડ્રેશનની સમસ્યા અનુભવાતી નથી.
પણ એનો અર્થ એવો બિલકુલ નથી થતો કે જો તમને તરસ ન લાગી રહી હોય તો તમે પાણી પણ ન પીવો.
ચોમાસામાં કેટલું પાણી પીવું જોઈએ જેથી કોઈ હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમના થાય.
જો તમને પિત્તની સમસ્યા સતાવતી હોય તો તમારે દરરોજ 3 કે સાડા ત્રણ લિટર પાણી પીવું જોઈએ.
જો તમને કફ રહેતો હોય તો તમે કુદરતી રીતે પાણીને શોષી લો છો.
જો તમને પિત્તની સમસ્યા હોય તેમજ આખો દિવસ તરસ ન લાગે અને થાક લાગવાની સમસ્યાઓ ધરાવનારાઓ માટે દરરોજ 8 ગ્લાસ પાણી પીવું જોઈએ.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...