કેટલી સંપત્તિની માલિક હતી પૂનમ પાંડે? ક્યાંથી કરતી હતી કમાણી?

પ્રખ્યાત વ્યક્તિત્વ અને વિવાદાસ્પદ મોડલ અને અભિનેત્રી પૂનમ પાંડેના નિધનથી સમગ્ર દેશને આઘાત લાગ્યો છે.

માત્ર 32 વર્ષની વયે આ દુનિયા છોડી ગયેલી પૂનમ પાંડે વિશે દરેક વ્યક્તિ જાણવા માંગે છે.

આજે તેના નિધનથી ફરી એકવાર લોકોમાં પૂનમ વિશે જાણવાની ઈચ્છા જન્મી છે. દરેકના મનમાં આ સવાલ ઉઠી રહ્યો છે કે પૂનમ પાસે કેટલી પ્રોપર્ટી છે અને તેની આવકનો મુખ્ય સ્ત્રોત શું છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

ઘણી ફિલ્મોમાં કામ કરવા ઉપરાંત પૂનમે રિયાલિટી શો અને મોડલિંગના ક્ષેત્રમાં પણ ઘણું નામ કમાવ્યું હતું.

તેમની આવકનો સ્ત્રોત પણ ફિલ્મો અને ટીવીમાંથી હતો. આ સિવાય પૂનમે મેગેઝીન માટે ફોટોશૂટ દ્વારા પણ ઘણી કમાણી કરી હતી.

તેને લક્ઝરી કારનો પણ શોખ હતો અને તે મુંબઈના પોશ વિસ્તારમાં રહેતી હતી. પૂનમ તેના દ્વારા બનાવેલ એપથી પણ ઘણી કમાણી કરે છે. અમે તમને જણાવીશું કે તેમની પાસે કુલ કેટલી સંપત્તિ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂનમ પાંડેની પાસે લગભગ 52 કરોડ રૂપિયાની સંપત્તિ છે. પૂનમે ફિલ્મોમાંથી પણ સારી એવી કમાણી કરી છે.

તેણે નશા, લવ કી પેશન, માલિની એન્ડ કંપની, આ ગયા હીરો અને ધ જર્ની ઓફ કર્મા જેવી ફિલ્મોમાં કામ કર્યું અને કરોડો રૂપિયાની કમાણી કરી.

પૂનમ પાંડેએ દેશના સૌથી પ્રખ્યાત રિયાલિટી શો બિગ બોસમાં પણ ભાગ લીધો હતો અને આ માટે તેને સારી એવી રકમ પણ મળી હતી. 

પૂનમ પાસે પોતાની એરોટિક એપ પણ છે, જેના લગભગ 32 લાખ પેઇડ સબસ્ક્રાઇબર્સ છે અને હાલમાં પૂનમ આ એપમાંથી સૌથી વધુ કમાણી કરે છે.

પૂનમ પાંડે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલી 4 માળની બિલ્ડિંગમાં રહેતી હતી. તેની પાસે BMW કાર પણ છે. 27 ક્રૂ મેમ્બર્સ પણ પૂનમ પાંડે સાથે તેના બિઝનેસને મેનેજ કરવા માટે રહેતા હતા. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.