ITR માં થયેલી ભૂલ કેટલીવાર સુધારી શકાય?

કરદાતાઓ ઈન્કમટેક્સ રિટર્ન ભરતા હોય છે.

નાણાકીય વર્ષ 2023-24 માટે ITR ફાઇલ કરવાનું શરૂ થઈ ચુક્યું છે.

ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ છે.

ITR ભરતી વખતે ભૂલો થવી સામાન્ય બાબત છે.

હવે સવાલ એ ઊભો થાય છે કે ITR ને કેટલી વાર રિવાઇઝ કરી શકાય છે.

જણાવી દઈએ કે ITR રિવિઝનની સંખ્યાને લઈને કોઈ નિયમ નથી.

તમે વિવિધ કારણોસર ITRને ગમે તેટલી વખત સુધારી શકો છો.

જો કે, આ કામ ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ સુધી કરવું જોઈએ.

છેલ્લી તારીખ પછી ITRમાં સુધારો કરવા પર લેટ ફી લાદવામાં આવી શકે છે.