કપૂર અને લીમડાના પાનને પીસી લો. હવે તેને તમારા વાળ અને સ્કેલ્પ પર લગાવો. તેને લગભગ 30-40 મિનિટ સુધી રહેવા દો અને પછી તેને સારી રીતે ધોઈ લો. આમ કરવાથી વાળની સ્કેલ્પ સાફ થઈ જશે. તેમજ ખોડો અને ખંજવાળની સમસ્યા પણ દૂર થશે.
કપૂર, અરીઠા અને દહીંનું મિશ્રણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. અરીઠા વાળને હેલ્ધી રાખે છે અને કપૂર એન્ટીબેક્ટેરિયલ બનીને સ્કેલ્પની સમસ્યામાં રાહત અપાવે છે.
આ સિવાય દહીં લગાવવાથી ખંજવાળથી રાહત મળે છે. તેને લગાવવા માટે અરીઠાને ઉકાળીને તેમાં દહીં અને કપૂર પીસીને મિક્સ કરી લો. તેને લગાવ્યાના લગભગ 30 મિનિટ પછી શેમ્પૂ કરી શકાય છે
બાળકને એક ચપટી આ ખડો મસાલો ચટાડી દો, શરદી-ઉધરસ રહેશે દૂર
માથામાં એકપણ સફેદ વાળ નહીં દેખાય, નાળિયેર તેલમાં આ વસ્તુ નાંખીને લગાવો