આધાર કાર્ડ, યુનિટ આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) દ્વારા ઈશ્યુ કરવામાં આવતું મહત્વનું ડોક્યુમેન્ટ ચે. જે આઈડેન્ટિટી પ્રૂફ તરીકે ઉપયોગ થાય છે.
તમે UIDAI ની વેબસાઈટ પર જાવ અને “Locate Enrollment Centre" ઓપ્શન પર ક્લિક કરો. જે તમને નજીકનું આધાર એનરોલમેન્ટ સેન્ટર શોધવામાં મદદ કરશે.
ત્યારબાદ તમને પસંદ કરેલા નજીકના આધાર એનરોલમેન્ટ સેન્ટર પર પહોંચી જાવ અને સેન્ટર પર હાજર જવાબદાર વ્યક્તિને મળો.
આધારમાં નંબર બદલવા માટે તમારે એક ફોર્મ ભરવું પડશે. જેને પૂરી સાવધાની સાથે ભરો અને કોઈપણ જાતની ભૂલ ન થાય તેનું ધ્યાન રાખો.
એકવાર ફોર્મ ભરાઈ ગયા બાદ આધાર એક્ઝેક્યુટિવ પાસે તેને જમા કરાવો.
જે બાદ તમે રુ. 50 ફી તરીકે ભરવા પડશે જે બાદ આધાર એક્ઝેક્યુટિવ આગળની પ્રક્રિયા પૂર્ણ કરશે.
ફી ભરાઈ ગયા પછી આધાર હેલ્પ એક્ઝેક્યુટિવ તમને અપડેટ રિક્વેસ્ટ નંબર (URN) સ્લિપ આપશે. જેના દ્વારા તમે તમારી રિક્વેસ્ટને ટ્રેક કરી શકશો.
તમારા મોબાઈલ નંબર અપડેટની પ્રોસેસ ટ્રેક કરવા માટે UIDAIની સત્તાવાર વેબસાઈટ myaadhaar.uidai.gov.in પર જાવ
એકવાર તમને એપ્લિકેશન સબિમિટ કર્યા પછી 90 દિવસની અંદર UIDAI આધાર ડેટામાં તમારો મોબાઈલ નંબર બદલી આપશે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.