રોજે કેવી રીતે કિસમિસ ખાવી? ફાયદાઓ જાણી તમે પણ આ પદ્ધતિ અપનાવશો
કિસમિસમાં પ્રોટીન, ફાઇબર, આયર્ન, પોટેશિયમ, કોપર, વિટામિન બી6 અને મેંગેનીઝ સહિત ઘણા જરૂરી પોષક તત્વો હોય છે.
તેના સેવનથી આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે જે આપણને અનેક રોગોથી બચાવી શકે છે.
જો કિસમિસમાંથી વધુ પોષક તત્વો જોઇએ તો તમારે તેને પલાળીને તેનું સેવન કરવું જોઈએ.
દરરોજ રાત્રે 20થી 30 કિસમિસ પલાળી રાખવી અને સવારે ખાલી પેટ તેનું સેવન કરવું જોઈએ
જ્યારે તેને પલાળી રાખો છો, ત્યારે તેની છાલ ઢીલી થઈ જાય છે.
ત્યારબાદ તેનું સેવન કરવાથી કિશમિશમાં રહેલા વિટામિન્સ અને મિનરલ્સ સીધા તમારા શરીર સુધી પહોંચે છે.
આ સિવાય કિશમિશને પલાળીને રાખવાથી તેમાં એન્ટી-ઓક્સીડેન્ટ તત્વો પણ વધે છે.
તમને જણાવી દઈએ કે કિસમિસમાં સારી માત્રામાં કેલ્શિયમ પણ હોય છે, જે દાંત અને હાડકાંને મજબૂત રાખે છે.
કિસમિસની અંદર ફાઇબર અને ઘણા વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે. તે હાર્ટ એટેક, સ્ટ્રોક, હાઈપરટેન્શન જેવી સમસ્યાઓથી બચાવે છે.
તેના કારણે નાઈટ્રિક ઓક્સાઈડની માત્રા પણ વધે છે. જેના કારણે શરીરમાં લોહીનો પ્રવાહ સારો થાય છે.
કિસમિસમાં મોટી માત્રામાં એમિનો એસિડ હોય છે જે તમારા શરીરને ઘણી ઉર્જા પ્રદાન કરે છે.
આ સિવાય તમે જે પાણીમાં કિસમિસ પલાળી રાખી છે તે પાણી પીવાથી એનિમિયાની સમસ્યા પણ ઠીક થઈ જશે.