ઘરના કુંડામાં કેવી રીતે ઉગાડવું આદુ

આદુને ચાથી લઈને ઘમી વસ્તુઓનો સ્વાદ વધારવા માટે રસોડામાં ઉપયોગ કરવામાં આવે છે. 

આદું ખાવાનો સ્વાદ વધારવાની સાથોસાથ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

દરરોજ ફ્રેશ આદુને મેળવવા કરવા માટે તમે અમુક સરળ ટિપ્સને ફોલો કરવા ઘરના ગાર્ડનમાં આદુનો છોડ લગાવી શકો છો. 

આદુનો છોડ વાવવા માટે સૌથી પહેલા એર કુંડુ અને તેમાં છોડને લગાવવા માટે માટી તૈયાર કરી લો.

બગીચામાં આદુ લગાવવા માટે બીજના રૂપે આદુના ટુકડાનો જ ઉપયોગ કરો. 

તમે થોડા મોટા આકારનું પ્લાસ્ટિક અથવા માટીનું કોઈપણ કુંડુ પસંદ કરી શકો છો.

ધ્યાન રાખો કે કુંડામાં માટી યોગ્ય માત્રામાં ભરીને તેમાં પાણી નાંખો અને થોડો સમય તડકો આપો. 

આવું કરવાથી માટી યોગ્ય રીતે તૈયાર થઈ જશે. 

આદુમાં ખાતર નાંખવા માટે વર્મી કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ કરો. 

આદુને અંકુરિત કરવા બે ત્રણ ત્રણ ઈંચ સુધી કાપીને માટીમાં ઓછામાં ઓછા ત્રણ ઈંચ સુધી લગાવો. 

આદુનો છોડ લગાવ્યા બાદ સમયાંતરે સંભાળ કરવી ખૂબ જ જરૂરી છે. તેના માટે તમે દવાનો છંટકાવ પણ કરી શકો છો. 

20 થી 25 દિવસમાં આદુ તૈયાર થઈ જશે. ત્યારબાદ તમે તેને સાવધાની પૂર્વક નીકાળી શકો છો.