બ્રેસ્ટ કેન્સરના શરૂઆતી લક્ષણ કેવી રીતે ઓળખવા? 

બ્રેસ્ટ કેન્સર ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. સમગ્ર વિશ્વની મહિલાઓ માટે આ ચિંતાનો વિષય છે 

વિશ્વભરમાં કેન્સરના 30% થી વધુ કેસ બ્રેસ્ટ કેન્સરના છે.

આ એક જીવલેણ રોગ છે. બ્રેસ્ટ કેન્સરના લક્ષણો અન્ય કેન્સર કરતા ઘણા વહેલા દેખાય છે.

આવી સ્થિતિમાં જો સમયસર આ તરફ ધ્યાન આપવામાં આવે તો મૃત્યુનું જોખમ ઘટાડી શકાય છે. તેથી, સ્તન કેન્સરના પ્રારંભિક લક્ષણોને ક્યારેય અવગણવા જોઈએ નહીં.

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ

ચાલો જાણીએ કે બ્રેસ્ટ કેન્સરના પ્રારંભિક લક્ષણો શું છે.

હેલ્થ એક્સપર્ટ અનુસાર, બ્રેસ્ટ કેન્સરની શરૂઆત સ્તનમાં ગાંઠ બનવાથી થાય છે. તેથી, જો તમને નિપ્પલ પર ગાંઠ જેવું દેખાય છે તો  સમય બગાડ્યા વિના ડૉક્ટરનો સંપર્ક કરો.

જો સ્તનમાં અચાનક ફેરફાર જોવા મળે તો તે બ્રેસ્ટ કેન્સરની નિશાની હોઈ શકે છે.

જો સ્તનમાં અચાનક ફેરફાર જોવા મળે તો તે બ્રેસ્ટ કેન્સરની નિશાની હોઈ શકે છે.

જો તમે સ્તનને સ્પર્શ કરો ત્યારે તમને કોઈપણ પ્રકારનો દુખાવો અથવા થોડો અજીબ અનુભવ થાય છે, તો તે બ્રેસ્ટ કેન્સરનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે.

જો પ્રેગ્નન્સી વગર સ્તનમાંથી પાણી કે કોઈ પણ પ્રકારનો પદાર્થ નીકળે તો તે સ્તન કેન્સરના જોખમની નિશાની હોઈ શકે છે.

જો તમને આમાંના કોઈપણ લક્ષણો દેખાય છે, તો તરત ડૉક્ટરની સલાહ લો અને તેને તમારી સમસ્યા વિશે જણાવો અને જરૂરી સારવાર લો.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.