ભરેલા કારેલાના શાકમાંથી બહાર નીકળી જાય છે મસાલો? 

આ સિઝનમાં બજારમાં કારેલા ખૂબ મળે છે. એવામાં લોકો ભરેલા કારેલાનું શાક બનાવે છે.

પરંતુ ઘણાં લોકો તેને નથી બનાવી શકતાં કારણકે, કારેલામાંથી મસાલો બહાર નીકળી જાય છે.

જો તમારી સાથે પણ આ સમસ્યા હોય તો તમે આ ટ્રિક અપનાવી શકો છો.

ભરેલા કારેલામાંથી મસાલો બહાર ન નીકળે, તેના માટે કારેલામાં મસાલાની સ્ટફિંગ કર્યા બાદ તેની ઉપર ચણાના લોટની કોટિંગ કરીને તેલમાં ફ્રાઈ કરો. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

ચણાના લોટનો પાતળો ઘોળ બનાવીને તમે ભરેલા કારેલાને તેમાં ડબોળીને તેલમાં ફ્રાઈ કરી શકો છો. 

ભરેલા કારેલા જો યોગ્ય રીતે નથી બનતાં, તો તમે તેના પર દોરો બાંધી દો. 

તેના માટે સૌથી પહેલા કારેલાને ઉકાળીને તેમાં મસાલો ભરી લો. હવે સિલાઈવાળો પાતળો દોરો તેના પર લપેટી દો અને ત્યારબાદ તેને ફ્રાઈ કરો. 

ચોખાના લોટની મદદથી પણ તમે ભરેલા કારેલાને બાઇન્ડ કરી શકો છો. તેની મદદથી કારેલા ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બનશે.

તેના માટે તમારે ચણાના લોટની જેમ ચોખાના લોટનું પાતળું બેટર બનાવીને તેમાં કારેલા ડબોળીને ફ્રાઈ કરવાના છે. 

ભરેલા કારેલાને તેલમાં નાંખતા જ મસાલો ફેલાઈ જાય છે. તો કારેલાને ઉકાળ્યા બાદ મસાલા વિના જ તેને પકવો અને બાદમાં મસાલો ભરો. 