...આ રીતે તૈયાર થાય છે વડોદરાનો ફેમસ લીલો ચેવડો

વડોદરાના રાજા રતનલાલ કેશવલાલ કંદોઈનો લીલો ચેવડો આખા દેશભરમાં પ્રખ્યાત છે. 

અહીં મળતો લીલો ચેવડો લોકો રોજ લગભગ 2 ટન જેટલો ખાઈ જાય છે.

1938માં રાજા કેશવલાલ કંદોઈએ વડોદરામાં એક નાની ફરસાણની દુકાન શરુ કરી હતી.

આ ચેવડો બનાવવા સૌ પ્રથમ ચણાની દાળને પાંચથી છ કલાક પલાળી રાખવો. 

ત્યારબાદ તે દાળને ચારણીમાં નીતારી કપડા ઉપર ઠાલવી દેવાનું હોય છે. 

ત્યારબાદ બટાકા છોલીને છીણીથી છીણ પાડી તેને થોડીવાર ચારણીમાં કાઢીને કપડા ઉપર સુકવી દેવું.

ત્યારબાદ કુણી રહે તે રીતે ચણાની દાળ અને કાતરીને તળવી.

ત્યારબાદ લીલા મરચા તળવા. તલને શેકી લેવા.

ત્યારબાદ બટાકાના છીણમાં મીઠું, લીંબુના ફૂલ, આખી ખાંડ અને સહેજ હળદર નાખીને હલાવતા જવું. 

તેમાં હળદર મીઠું નાખી ચણાની દાળ ઉમેરીને બધા મસાલાને મિક્સ કરવા. 

મિશ્રણ બરાબર એકરસ થઈ જાય એટલે લીલો ચેવડો તૈયાર. બાદમાં તેમાં કિસમિસ કાજુ ઉમેરી શકો. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)