શું તમારા માલપુઆ પણ તૂટી જાય છે?

જો તમે આ રીતે ઘરે માલપુઆ બનાવશો તો એકદમ જાળીદાર અને પ્રોપર રીતે બનશે.

માલપુઆ બનાવવાની સામગ્રી 250 ગ્રામ ઘઉંનો લોટ ફેટવાળું દૂધ ઈલાયચી પાવડર ડ્રાય ફ્રૂટ્સ પાવડર ઘી ખાંડ

માલપુઆ બનાવવા માટે સૌથી પહેલા બાઉલમાં ચાળીને ઘઉંનો લોટ નાંખો.

ત્યારબાદ દૂધને ગરમ કરી લો. એક નાનો બાઉલ લો અને તેમાં ચારથી પાંચ ચમચી દૂધ લો.

MORE  NEWS...

શું આ પરિવાર શ્રાપિત છે? પાંચ વર્ષની ઉંમરે જતી રહે છે દ્રષ્ટિ, તમામ લોકો છે અંધ!

શું હોય છે જેલમાં અંડા સેલ, જ્યાં જીવવાની આશા છોડી દે છે કોઈપણ વ્યક્તિ

કોણ હતાં ઓપનહાઇમર, જેના પર બનેલી હોલિવૂડ ફિલ્મે જીત્યા 7 ઓસ્કાર એવોર્ડ

હવે આ દૂધમાં કેસર નાંખીને મિક્સ કરો. ઘઉંના લોટમાં દૂધ નાખતા જાવ અને મિક્સ કરતા જાવ.

ખાસ ધ્યાન રાખો કે, તેમાં ગાંઠો ન પડે. તેના માટે સતત મિક્સ કરતા રહો.

હવે આ લોટમાં ઇલાયચીનો પાવડર નાખીને મિક્સ કરો. તમારા ઘરના ટેસ્ટ મુજબ ખાંડ નાખો અને મિક્સ કરો.

બદામ, કાજુ, પિસ્તા ને ગ્રાઇન્ડ કરીને પાવડર બનાવીને તેને ઘઉંના લોટમાં મિક્સ કરી દો.

તેમાં કેસરનું દૂધ નાખીને મિક્સ કરી લો. 20 મિનિટ માટે ઢાંકીને મુકી રાખો. આમ કરવાથી જાળી મસ્ત પડે છે અને પ્રોપર ટેસ્ટ આવશે.

આ બધી પ્રોસેસ થઇ જાય એટલે કે નોનસ્ટિક પેન ગરમ કરવા માટે મુકો.

પેન ગરમ થઇ જાય એટલે એમાં માલપુઆ ઉતારો. આજુબાજુ ઘી નાખો અને મધ્યમ ગેસે થવા દો.

એક બાજુ બ્રાઉન રંગના થઇ જાય એટલે બીજી બાજુ ફેરવી લો. બન્ને બાજુ બ્રાઉન રંગના થઇ જાય એટલે એક પ્લેટમાં લઇ લો. 

તો તૈયાર છે માલપુઆ.

MORE  NEWS...

રમતા-રમતા તમારું શરીર ચાટે છે પાલતુ શ્વાન? તો થઈ જાવ સાવધાન... 

પાકિસ્તાનમાંથી આવે છે રોજિંદા ઉપયોગમાં લેવાતી આ વસ્તુઓ છે

કેવી રીતે બને છે પાણીપુરીનું પાણી? મીઠાંની સાથે મિક્સ કરે છે આ વસ્તુઓ