એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં મગફળી નાંખો અને તે ક્રન્ચી અને ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી શેકો. તે બળી ન જાય તેનું ધ્યાન રાખો.
તેમાં આદુ, લસણ, સૂકા લાલ મરચા નાખીને લગભગ 2 મિનિટ શેકો.
ડુંગળી, આંબલી, મીઠું અને કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરો. ડુંગળી નરમ થાય ત્યાં સુધી તેને શેકો.
એકવાર તે નરમ થઈ જાય, પછી તેને ઠંડુ થવા દો અને તેમાં થોડું પાણી ઉમેરી તેને ઢીલું બનાવો.
હવે તેમાં તડકો નાંખવા માટે, એક નાની કડાઈમાં તેલ ઉમેરો. તેમાં સરસવ, અડદની દાળ, હિંગ ઉમેરીને તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પકાવો. તેમાં સૂકા લાલ મરચા, મીઠો લીમડો ઉમેરો અને ગેસ બંધ કરો.
ચટણીમાં તડકો ઉમેરી તેને બરાબર મિક્ષ કરી લો.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.