Paytm સાથે લિંક બેન્ક એકાઉન્ટ કેવી રીતે કરવું રિમૂવ? જાણી લો પ્રોસેસ

RBIની કાર્યવાહી બાદ લોકો Paytmને લઈને ચિંતિત છે. જો કે સેન્ટ્રલ બેન્કે પેટીએમ પેમેન્ટ બેન્કની તમામ સર્વિસ પર પ્રતિબંધ લગાવી દીધો છે.  

આ પ્રતિબંધ પછી, Paytm પેમેન્ટ બેન્ક એકાઉન્ટમાં કોઈ નવું ફંડ ઉમેરવામાં આવશે નહીં. ઘણા યુઝર્સ UPI માટે Paytmનો પણ ઉપયોગ કરે છે.

આવી સ્થિતિમાં ઘણા યુઝર્સ તેમના બેન્ક એકાઉન્ટને Paytmમાંથી દૂર કરવાનો રસ્તો શોધી રહ્યા છે. તમે Paytm માંથી તમારું એકાઉન્ટ ખૂબ જ આસાનીથી દૂર કરી શકો છો.

આ માટે તમારે Paytm એપ ઓપન કરવી પડશે. અહીં તમારે તમારા પ્રોફાઇલ આઇકોન પર ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કરતાની સાથે જ તમારી સ્ક્રીન પર ઘણા બધા ઓપ્શન્સ દેખાશે.

હવે તમારે UPI પેમેન્ટ અને સેટિંગના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કરવાથી યુઝર્સને તમામ લિંક્ડ બેન્ક એકાઉન્ટની વિગતો મળશે.

અહીંથી યુઝર્સ પોતાની ઈચ્છા મુજબ કોઈપણ એકાઉન્ટને હટાવી શકે છે. એકાઉન્ટ દૂર કરવા માટે, તમારે તે બેન્ક એકાઉન્ટ પર ક્લિક કરવું પડશે.

તેના પર ક્લિક કર્યા બાદ તમામ વિગતો તમારી સામે આવશે. હવે તમારે ઉપર દેએકાઉન્ટ ત્રણ ડોટ પર ક્લિક કરવાનું રહેશે.

અહીં તમને રિમૂવ એકાઉન્ટનો ઓપ્શન મળશે. આ ઓપ્શન પર ક્લિક કરીને તમે બેન્ક એકાઉન્ટ રિમૂવ કરી શકો છો. તે જ રીતે તમે અન્ય એકાઉન્ટ્સને પણ દૂર કરી શકો છો

આપને જણાવી દઈએ કે RBIએ પેટીએમ પેમેન્ટ બેન્ક સર્વિસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પછી, યુઝર્સ 29 ફેબ્રુઆરી સુધી આ એકાઉન્ટઓનો ઉપયોગ કરી શકશે, જ્યારે 15 માર્ચ સુધી એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકાશે.