યુવાનોનું આ કામ જોઈ તમે પણ બોલી ઉઠશો વાહ!
વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી હાઉસ ઓફ હ્યુમિનિટી ચેરિટેબલ સંસ્થા ભૂખ્યાને ભોજન પુરૂ પાડે છે.
આ સંસ્થા છેલ્લા અઢી વર્ષથી સયાજી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સાથે ઘણાં પરિવારને ભોજન પુરુ પાડે છે.
હોસ્પિટલમાં દાખલ દર્દીના સગાને જમવા કોઈ તકલીફ ન પડે તે હેતુથી અહીં મફતમાં ભોજન આપવામાં આવે છે.
સયાજી હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓની સાથે ઘણા પરિવારના લોકો આવતા હોય છે.
તે પરિવારો પૈસાના અભાવે ભૂખ્યા ન રહે તે માટે આ સેવા કરવામાં આવી રહી છે.
સંસ્થા દ્વારા રોજ અલગ-અલગ ભોજન બનાવીને દર્દીના સગાને નિઃશુલ્ક આપવામાં આવે છે.
ભોજનમાં દાળ ભાત, શાક રોટલી, ખીચડી કઢી, મીઠાઈ જેવી વાનગીઓ આપવામાં આવે છે.
કોરોનાકાળ દરમિયાન આ સંસ્થાએ લોકોની તકલીફો જોઈને આ સેવાની પહેલ કરી હતી.
તે સમયે આ સંસ્થા દ્વારા એક ઘરમાં ભોજન આપવાની શરુઆત કરવામાંઆવી હતી.
ત્યારથી આજ સુધી આ સેવા સરુ છે અને દાતાઓમી મદદ અને પોતાની બચતથી આ યુવાઓ સેવા કરી રહ્યા છે.
હાલ સંસ્થાના યુવાનો દરરોજે સયાજી હોસ્પિટલમાં 200 જેટલા પરિવારજનોને ભોજન પૂરું પાડી રહ્યા છે.
હોસ્પિટલના ચિલ્ડ્રન્સ વોર્ડમાં 60 થી 70 જેટલા બાળકોને નિ:શુલ્ક કેળા, દૂધ,અને બિસ્કીટ સહિત રમકડા પણ પૂરા પાડવામાં આવે છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...