શિવજીના વિવિધ સ્વરુપ
અમદાવાની ગુફા ખાતે IAS અઘિકારીએ શ્રાવણ માસમાં શિવજી આધારિત 17 જેટલા પેઇન્ટિંગ બનાવ્યાં છે.
જેમાં શિવજીના અલગ-અલગ સ્વરુપ પોતની કલાથી દર્શાવ્યા છે.
IAS નિધિબેન ચૌધરી એક સરકારી અઘિકારીની સાથે આર્ટિસ્ટ પણ છે.
તેઓ હાલમાં મુંબઈમાં જીએસટી જોઈન્ટ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
જ્યારે નિધિબેન કેદારનાથના દર્શન કરવા ગયાં ત્યારે તેમને આ ચિત્રો બનાવવાની પ્રેરણા મળી.
તેઓએ 2019માં પેઈન્ટિંગ બનાવવાની શરુઆત કરી હતી.
નોકરીમાંથી મળતા બાકીના સમયમાં તેઓ પેઇન્ટિંગ બનાવતા હતાં.
નિધિબેનના ચિત્રોમાં તમને ગ્રામીણ અને શહેરી કલ્ચરનો સમન્વય પણ જોવા મળે છે.
IAS નિઘિબેન અનુસાર, કલા સાથેનો સંબંધ પરમાત્મા સુધી પહોંચવા માટેની પ્રાર્થના સમાન છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...