80 રૂપિયાનો શેર જઈ શકે 150ની પાર, જલ્દીથી ખરીદી લો

છેલ્લા કેટલાક દિવસથી IDFC First Bankના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. ત્યારે શુક્રવારે CNBC આવાઝના હિટ શો હોટ લાઈનમાં તેને લગતો એક સવાલ આવ્યો હતો. 

એક રોકાણકારે સવાલ કર્યો હતો કે, તેઓ લોન્ગ ટર્મ વિશે વિચારી રહ્યા છે, તેમણે શું કરવું જોઈએ. ત્યારે IDFC First Bankના શેરોના ટેક્નિકલ ચાર્ટને આંકનારા પ્રખ્યાત એક્સપર્ટ સર્વેન્દ્ર શ્રીવાસ્તવનું કહેવું છે કે લાંબા ગાળા માટે આ શેર સારો લાગી રહ્યો છે.

તેમણે ચાર્ટને જોઈને જણાવ્યું કે, શેર 70 રૂપિયાના બ્રેકઆઉટના લેવલથી ઉપર છે. તેમજ આ લાંબા ગાળા માટે હોલ્ડ કરી શકાય એમ છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

તમે આ શેર પર 69 રૂપિયાનો સ્ટોપલોસ લગાવીને 140-150 રૂપિયાના ટાર્ગેટને લાંબા ગાળામાં પ્રાપ્ત કરી શકો છો.

એક્સચેન્જ પર બેંકે જણાવ્યું છે કે, IDFC First Bankના શેર ધારકોએ IDFC લિમિટેડ સાથે બેન્કના મર્જરને મંજૂરી આપી દીધી છે. 

 બેંકે જાણકારી આપી છે કે, નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલની ચેન્નાઇ બેન્ચ દ્વારા 17 મેના રોજ બોલાવેલી બેઠકમાં મેજોરીટી શેર હોલ્ડર્સએ આ અંગે મંજૂરી આપી છે.

માર્ચ ક્વાર્ટરમાં બેન્કની NII 4,468.9 કરોડ રૂપિયા રહી હતી. જોકે, તેનો અંદાજ 4,502.2 કરોડ રૂપિયા રાખવામાં આવ્યો હતો. પરંતુ તે ગત વર્ષના 3,596.8 કરોડ રૂપિયાથી 24 ટકા વધુ છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.