દિવાળીએ ટ્રેનમાં આ વસ્તુ સાથે પકડાયા તો નવું વર્ષ જેલમાં શરૂ થશે

દિવાળી નજીક આવી રહી છે. દરેક કોઈ આ તહેવારને પોતાના ઘરે મનાવવા માંગે છે. 

સફર માટે ટ્રેન ભારતીય લોકોની પસંદીદા સવારી છે. આ જ કારણ છે કે, તહેવારી સિઝનમાં ટ્રેનોમાં ખૂબ જ ભીડ હોય છે. 

ઘરે જઈ રહેલા દરેક વ્યક્તિ તહેવાર પર તેમની સાથે કંઈકને કંઈક સાથે લઈ જાય છે. દિવાળી પર મોટી માત્રામાં ફટાકડા ખરીદવામાં આવે છે. હવે એક મોટો સવાલ એ છે કે, શું યાત્રી ટ્રેનમાં ફટાકડા અને ફુલજળીની સાથે સફર કરી શકે છે?

MORE  NEWS...

બિઝનેસ તો આવો જ કરાય! મંદીનું નામ-નિશાન નહીં; આવતી દિવાળી સુધી તો લાખોના માલિક બની જશો

ભારત કરતા દુબઈથી સોનું ખરીદો તો કેટલા રૂપિયા બચે? જો તમારે ટેક્સ ફ્રી સોનું લાવવું હોય તો જાણી લેજો આ નિયમ

એક્સપર્ટે આપ્યું ગ્રીન સિગ્નલ! હવે ભાગશે આ ડિફેન્સ સ્ટોક; સડસડાટ 3,000ની પાર જઈને જ વાગશે બ્રેક

આ સવાલનો જવાબ છે ના. ભારતીય રેલવે ફટાકડા અને તારામંડળ જેવા જ્વલનશીલ પદાર્થોને ટ્રેનમાં લઈ જવા માટે પરવાનગી આપતું નથી. 

જો તમે પણ તમારી સાથે ટ્રેનમાં ફટાકડા અને આ પ્રકારની કોઈ અન્ય વસ્તુઓ લઈ જવાનું વિચારી રહ્યા હોવ, તો ચેતી જજો.

ભારતીય રેલવેના નિયમો અનુસાર, જો યાત્રી પ્રતિબંધિત વસ્તુઓમાંથી કોઈપણ વસ્તુ યાત્રા દરમિયાન સાથે લઈને જાય છે, તો તેના પર રેલવે એક્ટની ધારા 164 હેઠળ કાર્યવાહી થઈ શકે છે. 

આ કલમ હેઠળ મુસાફરને 1000 રૂપિયાનો દંડ અથવા ત્રણ વર્ષની જેલ અથવા બંનેની સજા થઈ શકે છે. કારણ કે ફટાકડા પ્રતિબંધિત વસ્તુઓની શ્રેણીમાં આવે છે, જો ટ્રેનમાં પકડાય તો તમે સજાને પાત્ર થશો.

વાસ્તવમાં, રેલવેએ ઘણી એવી વસ્તુઓેને ટ્રેનમાં લઈ જવા પર પ્રતિબંધ લગાવેલો છે, જેનાથી રેલવે યાત્રીઓનું જીવન મુશ્કેલીમાં ન મુકાય. 

આ એવી વસ્તુઓ છે, જેનાથી ટ્રેનમાં આગ લાગવી, ટ્રેન ગંદી થવી, યાત્રીઓને અસુવિધા થવી અને ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થવાનું જોખમ રહે છે. 

 રેલ્વે નિયમો અનુસાર, મુસાફરો ટ્રેનમાં 20 કિલો ઘી લઈ જઈ શકે છે, પરંતુ ઘી એક ટીન બોક્સમાં સારી રીતે પેક કરવું જોઈએ.

MORE  NEWS...

આ કંપનીએ 1 શેરના બદલામાં 4 બોનસ શેર આપવાની કરી જાહેરાત, દિવાળી પહેલા રેકોર્ડ ડેટ

આ ભાઈએ તો કંઈક અલગ જ વિચાર્યું! ગાય-ભેંસની જગ્યાએ વીંછી પાળીને 28 વર્ષની ઉંમરે બની ગયો કરોડપતિ

રોકેટની સ્પીડથી તૈયાર થઈ જાય છે આ પાક, ખેતી કરો તો 15થી 20 દિવસમાં જ 30,000 રૂપિયા છાપી મારશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.