પગના આ લક્ષણો પરથી ડાયબિટીસને ઓળખી શકાય?

આજકાલ બદલાતી જીવનશૈલી અને ખાવા-પીવાની ખોટી આદતોને કારણે ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. આ રોગ શરીરના અન્ય ભાગોને પણ અસર કરે છે.

જ્યારે ડાયાબિટીસની સમસ્યા હોય છે ત્યારે શરીર અનેક પ્રકારના સંકેતો આપવા લાગે છે. આમાં, કેટલાક સંકેતો પગમાં પણ દેખાવા લાગે છે, જેનાથી ઓળખી શકાય છે અને સમસ્યા દૂર કરી શકાય છે.

આજે અમે તમને પગના આવા જ કેટલાક લક્ષણો જણાવી રહ્યા છીએ. જેને તમે ઓળખતાની સાથે તરત જ એલર્ટ થઈ શકો છો.

ડાયાબિટીસમાં પગમાં પણ એક લક્ષણ જોવા મળે છે. જેમાં પગની મોટાભાગની નસોને નુકસાન થાય છે, જેના કારણે દુખાવો થાય છે અને પગ સુન્ન થઈ જાય છે.

પગમાં અલ્સરની ઓળખ સ્કીનમાં તિરાડો અથવા ઊંડા ઘા દ્વારા થાય છે. ડાયાબિટીસના દર્દીઓમાં, અલ્સર મુખ્યત્વે પગના નીચેના ભાગમાં જોવા મળે છે. જેના કારણે ચામડીને નુકસાન થઈ શકે છે

ડાયાબિટીસને કારણે પગમાં ફ્રેક્ચર પણ થઈ શકે છે. જે પગ અથવા પગની ઘૂંટીઓમાં લાલાશ, સોજો અથવા અન્ય લક્ષણોનું કારણ બની શકે છે

ડાયાબિટીસના દર્દીઓમાં નખમાં ફંગલ ઇન્ફેક્શનનું જોખમ પણ રહેલું છે. આમાં નખનો રંગ બદલાવા, કાળા પડવા કે નખ વાંકાચૂકા થવાની સમસ્યા પણ થઈ શકે છે.

એથ્લીટના ફૂટ એ ફંગલ ચેપ છે જેમાં પગમાં ખંજવાળ, લાલાશ અને તિરાડોનું કારણ બને છે. આ સમસ્યાઓ એક અથવા બંને પગમાં થઈ શકે છે

ડાયાબિટીસના કિસ્સામાં, પગ અને તળિયાની ત્વચા સખત થઈ જાય છે. જોકે, ખોટી સાઈઝના શૂઝ પહેરવાથી પણ આવું થઈ શકે છે.

જો ડાયાબિટીસના દર્દીના લોહીમાં શુગર લેવલ વધી જાય તો તેના શરૂઆતના લક્ષણો પગ પર દેખાય છે. આ લક્ષણોને સમયસર ઓળખો અને તરત જ સુગર ટેસ્ટ કરાવો.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)