જો ફોનમાં પાણી આવી જાય તો ભૂલથી પણ ના કરો આવું કામ, નહીં તો હંમેશા માટે થઇ જશે ડેડ

જો ફોન પાણીમાં પડી જાય છે, તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જો કોઈ ભૂલ કરો છો, તો ફોન કાયમ માટે ડેડ થઈ જશે

માત્ર ફ્લેગશિપ ફોન IP રેટિંગ સાથે આવે છે. આવી સ્થિતિમાં, તમારે તમારા ફોનને સુરક્ષિત રાખવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. કેટલીક બાબતો ધ્યાનમાં રાખો

ધારો કે તમારો ફોન પાણીમાં પડી ગયો છે, તો તમારે તેને તરત જ બંધ કરી દેવો જોઈએ. તેનાથી ફોનમાં ઇલેટ્રિસિટીનો ફ્લો બંધ થઈ જશે અને તમારા ફોનમાં કોઈ ખરાબી નહીં આવે

કેટલાક લોકો ફોનને સૂકવવા માટે હેર ડ્રાયરનો ઉપયોગ કરે છે. આવું કરવું ખતરનાક સાબિત થઈ શકે છે. કારણ કે હેર ડ્રાયરને કારણે ફોન ગરમ થઈ જશે

ફોનમાં ઘણા એવા પાર્ટ્સ છે જે હીટ સેન્સિટિવ છે. આવી સ્થિતિમાં, જો તમે હેર ડ્રાયરથી ફોનને સૂકવો છો, તો શક્ય છે કે તેના કારણે કેટલાક એલિમેન્ટ્સને નુકસાન થઈ શકે

આ સિવાય ફોનમાં પાણી આવી ગયા પછી તરત જ તેને ચાર્જ પર ન લગાવવો જોઈએ. જ્યાં સુધી પાણી સંપૂર્ણપણે નીકળી ન જાય ત્યાં સુધી ફોનને ચાર્જ કરશો નહીં. તેનાથી ફોનને નુકસાન થઈ શકે છે

જેના કારણે ફોનમાં શોર્ટ સર્કિટ પણ થઈ શકે છે. આટલું જ નહીં, કેટલાક લોકો પોતાના ફોનને પાણીમાં પડ્યા બાદ તેને સૂકવવા માટે ચોખામાં રાખે છે

આવું કરવાથી તમે મુશ્કેલીમાં પણ મુકાઈ શકો છો. કારણ કે ચોખામાં ઘણી બધી ધૂળ અને ચોખાના નાના ભાગો હોય છે, જે ફોનની અંદર જઈ શકે છે. તેનાથી ફોનને નુકસાન થઇ શેક છે

જેના કારણે સ્માર્ટફોનના પોર્ટ બ્લોક થઈ શકે છે. આ સિવાય ફોનને તડકામાં ન રાખવો જોઈએ. આના કારણે, એલિમેન્ટને નુકસાન થઈ શકે છે અને તમારો ફોન ડેડ થઈ શકે છે