G pay વાપરતા હોવ તો મોબાઈલમાંથી Delete કરી દે જો આ એપ

આજ કાલ દરેક વ્યક્તિના ફોનમાં કોઈકને કોઈક પેમેન્ટ એપ મળી જ જાય છે. આ પેમેન્ટ એપ્સમાં ગૂગલ પે ઘણું જ પ્રચલિત છે. 

ગૂગલ પે એક બહુ જ સારું એપ છે, પરંતુ તમારા ફોનમાં રહેલું એક અન્ય એપ તમારું કામ ખરાબ કરી શકે છે. આ છે સ્ક્રીન શેરિંગ એપ.

સ્ક્રીન શેરિંગ એપના કારણે તમે મુસીબતમાં પડી શકો છો. ઠગ લોકો આ એપનો ફાયદો ઉઠાવીને ફોનમાં પ્રવેશ કરી જાય છે. 

MORE  NEWS...

83માં તોફાન બનીને વર્લ્ડ કપ જીતાડનાર કપિલ દેવ પાસે કેટલી સંપત્તિ? મોટાભાગના લોકોને નથી ખબર

ટાટા મોટર્સના શેરધારકોને જલસાં, Tata Techના IPOમાં મળશે સીધો મોટો ફાયદો

250 રૂપિયાની મૂડીમાં ઊભો કરી દીધો કરોડોનો કારોબાર, આજે વિદેશોમાં પણ સેવા આપે છે આ વ્યક્તિની કંપની

ગૂગલે પોતે આ સંબંધમાં તેના યૂઝર્સને સાવધાન રહેવા કહ્યું છે. ગૂગલે કહ્યું છે કે, જે લોકો તેમના આ એપનો ઉપયોગ કરે છે, તેમને કોઈ થર્ડ પાર્ટી સ્ક્રીન શેરિંગ એપ ડાઉનલોડ તે તેનો ઉપયોગ કરવાથી બચવું જોઈએ. 

સ્ક્રીન શેરિંગ એપ દ્વારા કોઈ પણ ઠગ તમારા ફોનનો કંટ્રોલ પોતાના હાથમાં લઈ શકે છે. ત્યારબાદ ફોનમાં થનારા દરેક ટ્રાન્ઝેક્શન પર તેની નજર રહે છે.

જ્યારે તમે તમારા બેંક એકાઉન્ટ કે યૂપીઆઈ એપમાં એન્ટર કરો છો, તે જ સમયે પર તમારા ફંડને બીજે ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. 

જો કે, તમે એકાઉન્ટનો પિન પોતે જ દાખલ કરો છો, તો ઠગને તમારા યૂપીઆઈ એપમાં પ્રવેશ કરવા માટે કોઈ પરેશાની થતી નથી.

ભલે પહેલા કોઈએ આ એપ્સ વિશે કંઈ ન સાંભળ્યું હોય, પરંતુ કોરોનાકાળમાં જ્યારે વર્ક ફ્રોમ હોમ શરૂ થયું ત્યારથી સ્ક્રીન શેરિંગ એપ્સનો બહુ જ ઉપયોગ થઈ રહ્યો છે. 

MORE  NEWS...

શેરબજારમાંથી D-list થઈ જશે આ IT કંપની, ફ્લોર પ્રાઈસની કરી દીધી જાહેરાત

એક ઝાટકે 21%નું રિટર્ન આપશે ટાટાની કંપની, ગેરેન્ટી સાથે 10 જ દિવસમાં 1 શેર પર 700 રૂપિયાની કમાણી

NPCIએ લીધો મોટો નિર્ણય, 1 જાન્યુઆરીથી આ લોકો નહીં કરી શકે UPI પેમેન્ટ સેવાનો ઉપયોગ

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.