બેંક ખાતામાં કેટલા રૂપિયા રાખવા સુરક્ષિત, ન ખબર હોય તો જાણી લો

દરેક વ્યક્તિ બેંક ખાતાનો ઉપયોગ કરે છે. જેમાં પોતાના રૂપિયા જમા રાખે છે. પરંતુ, શું તમને ખબર છે કે, એક બચત ખાતામાં કેટલા રૂપિયા રાખવા સુરક્ષિત છે. 

બેંક ડૂબે કે નાદાર થઈ જાય, તો પણ તમને એક રૂપિયાનું નુકસાન નહીં થાય. જો નક્કી કરતા વધારે રકમ જમા કરશો તો ગુમાઈ શકો છો.

સરકારે જનધન ખાતું ખોલવાની યોજના ચલાવી. ત્યારબાદ દરેક વ્યક્તિ પાસે પોતાનું સેપરેટ ખાતું થઈ ગયું છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

જનધન યોજના હેઠળ દેશભરમાં લગભગ 45 કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે. પરંતુ, તમારા ખાતામાં કેટલા રૂપિયા રાખવા સુરક્ષિત હોય છે, તે વાત ભાગ્યે જ કોઈને ખબર હશે.

એવું નથી કે, બેંકમાં રાખેલા રૂપિયા હંમેશા સુરક્ષિત રહેશે. માની લો કે બેંકમાં ચોરી, કે લૂંટ થઈ ગઈ અથવા કોઈ આપત્તિના સમયે નુકસાન થયું, તો તમારા પૂરા રૂપિયા પર બેંક કોઈ ગેરેન્ટી નહીં આપે.

ડિપોઝીટ ઈન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરેન્ટી કોર્પોરેશન એક્ટ 1961ની કલમ 16(1) હેઠળ બેંકમાં કોઈપણ રૂપિયા જમા રકમના કિસ્સામાં માત્ર 5 લાખ રૂપિયા સુધીની જ ગેરેન્ટી રહે છે. 

તેનાથી વધારે રૂપિયા જમા છે, તો બેંકના નુકસાનની સ્થિતિમાં ડૂબી જશે. રિઝર્વ બેંકનું ડિપોઝીટ ઈન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરેન્ટી કોર્પોરેશન (DICGC) તમારા જમા રૂપિયાની ગેરેન્ટી લે છે, પંરંતુ ધ્યાન રાખે કે, તે માત્ર 5 લાખ સુધી જ મર્યાદિત છે.

 ભલે આ રૂપિયા સેવિંગ એકાઉન્ટ કે ચાલુ ખાતા કે એફડીમાં હોય. કુલ મળીને તમને 5 લાખ રૂપિયા પરત આપવા માટે બેંક જવાબદાર રહેશે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.