ટ્રેનમાં ગરમાં-ગરમ ભોજન જોઈતું હોય તો આ whatsapp નંબર નોંધી લો

જો તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો અને ટ્રેનમાં ફૂડ સાથે લઈ જતા નથી, તો તમે WhatsAppની મદદથી સરળતાથી તમારું ફૂડ ઓર્ડર કરી શકો છો.

રેલમિત્ર વ્હોટ્સએપ સેવા દ્વારા, મુસાફરો તેમના પ્રશ્નોના જવાબો મેળવી શકે છે અને તેમના ફૂડમાં શું વિકલ્પો છે તે જાણી શકે છે.

ઘણીવાર રેલમિત્ર દ્વારા પેસેન્જરને મેનૂ મોકલવામાં આવે છે જેથી યાત્રી કોઈપણ મુશ્કેલી વિના તેના મનપસંદ ખોરાકનો ઓર્ડર આપી શકે.

MORE  NEWS...

15 દિવસમાં કમાણી કરાવવાનો દમ રાખે છે આ 2 શેર, એક્સપર્ટે કહ્યું- વિચાર્યા વગર જલ્દીથી રોકાણ કરી દો

Paytmનો ઉપયોગ કરતા લોકો માટે ખુશખબરી, હવે એપ્લિકેશનમાં મળશે આ જોરદાર સુવિધા

જાન્યુઆરી 2024થી વધી જશે ટાટાની કારોના ભાવ, સમય વ્યર્થ કર્યા વિના ડિસેમ્બર સુધીમાં ખરીદી લેજો

રેલ્વે મુસાફરો મેસેજ કરીને અથવા વોટ્સએપ નંબર 8102888222 પર કોલ કરીને ફૂડ ઓર્ડર કરી શકે છે.

આ માટે સૌથી પહેલા રેલમિત્ર દ્વારા જારી કરાયેલા વોટ્સએપ નંબર 8102888222ને કોન્ટેક્ટ લિસ્ટમાં એડ તકો અને તેના પર HI અથવા HELLO મેસેજ કરો, મેસેજ મોકલતા જ તમને રિપ્લાય મળશે.

જવાબ મળ્યા પછી, તમને 10 અંકનો PNR નંબર શેર કરવા માટે કહેવામાં આવશે. PNR નંબર શેર કર્યા પછી, રેલવે દ્વારા ફૂડ મેનૂ મોકલવામાં આવશે.

આ પછી તમે તમને ગમે તે ઓર્ડર કરી શકો છો. ઓર્ડર કર્યા પછી, તમે કેશ ઓન ડિલિવરી અથવા ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકો છો.

MORE  NEWS...

IPO સબ્સક્રિપ્શન વખતે અપનાવો આ 5 ખાસ ટ્રિક, 99% તમારા નામે એલોટ થઈ જશે શેર

G Pay યૂઝર્સના એકાઉન્ટ સફાચટ કરી રહ્યું છે આ App, તમારા ફોનમાં હોય તો તરત જ ડીલિટ કરી દેજો

ઠંડીમાં કાર કે બાઈક શરૂ કરતા પહેલા આટલું કરો, માખણ જેમ કામ કરશે એન્જિન સહિતના અન્ય પાર્ટ્સ

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.