FD કરાવવી હોય તો  આ 5 બેંકોમાં જ કરાવવી

નાણાકીય વર્ષ 2023-24 માટે ટેક્સ બચાવવા માટે 31 માર્ચ 2023 સુધીમાં રોકાણ કરવું પડશે.

ઉતાવળથી બચવા અને ખોટા રોકાણના નિર્ણયો લેવાથી બચવા માટે તમારે હવેથી ટેક્સ પ્લાનિંગ કરવું જોઈએ.

PPF, NPS, SSY અને ઇક્વિટી-લિંક્ડ સેવિંગ સ્કીમની સાથે, તમે ટેક્સ-સેવિંગ ફિક્સ્ડ ડિપોઝિટમાં નાણાંનું રોકાણ કરીને ટેક્સ બચાવી શકો છો.

MORE  NEWS...

દેશના મોટાભાગના લોકો કઈ બેંકમાં FD કરાવવાનું પસંદ કરે છે?

આ તારીખથી લાગૂ થશે DA વધારો; જાણો એક્સપર્ટે શું કહ્યું?

શેર ખરીદતા લોકો માટે આવ્યા મોટા સમાચાર, SEBIનો આ નવો નિયમ જાણીને પછી જ કરજો રોકાણ

મનીકંટ્રોલના અહેવાલ મુજબ, ઇન્ડસઇન્ડ બેંક અને યસ બેંક હાલમાં ટેક્સ સેવિંગ એફડી પર સૌથી વધુ વ્યાજ ઓફર કરે છે.

હાલમાં, આ બંને બેંકોમાં ટેક્સ સેવિંગ FD પર રૂ. 7.25 સુધી વ્યાજ મળે છે. અહીં રોકાણ કરાયેલ 1.5 લાખ રૂપિયાની રકમ પાંચ વર્ષમાં વધીને 2.15 લાખ રૂપિયા થઈ જશે.

જો તમે HDFC બેંકમાં ટેક્સ સેવિંગ FD કરો છો, તો તમને 7 ટકા વ્યાજ મળશે અને રોકાણ કરેલ 1.5 લાખ રૂપિયાની રકમ પાંચ વર્ષમાં 2.12 લાખ રૂપિયા થઈ જશે.

યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને કેનેરા બેંક ટેક્સ સેવિંગ FD પર 6.7 ટકા સુધી વ્યાજ આપી રહી છે. જો તમે આ બે બેંકોમાં પાંચ વર્ષ માટે 1.5 લાખ રૂપિયાની FD કરો છો, તો તમને મેચ્યોરિટી પર 2.09 લાખ રૂપિયા મળશે.

ફેડરલ બેંક ટેક્સ સેવિંગ FD પર 6.6 ટકા સુધી વ્યાજ ઓફર કરી રહી છે. ફેડરલ બેંકની ટેક્સ સેવિંગ FDમાં 1.5 લાખ રૂપિયાનું રોકાણ પાંચ વર્ષમાં વધીને 2.08 લાખ રૂપિયા થઈ જશે.

SBI, PNB, ઇન્ડિયન બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક અને IDBI બેંક પણ 6.5 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. આ બેંકોમાં રોકાણ કરાયેલ 1.5 લાખ રૂપિયાની રકમ પાંચ વર્ષમાં વધીને 2.07 લાખ રૂપિયા થઈ જશે.

MORE  NEWS...

આંધીની જેમ આવી રહ્યા છે 3 IPO, નક્કી તોફાન મચાવશે; રોકાણ કરવા તૈયાર રહેજો

હવે આ દસ્તાવેજ વગર પાંદડુ પણ નહીં હલે, પ્રોપર્ટી ખરીદવાનું તો દૂર શેરબજારમાં રોકાણ પણ નહીં કરી શકો

સરકારે બતાવી દરિયાદિલી, સસ્તો થયો ગેસ સિલિન્ડર

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.