શાકભાજી એક રોકડિયો પાક છે. તેની ખેતી કરીને કોઈપણ મહિનામાં મોટી કમાણી કરી શકાય છે.
શાકભાજીના વેચાણ માટે ખેડૂત સીધા જ ખરીદારો સાથે સંપર્ક કરી શકે છે અને તેમને વેચીને સારો નફો કમાઈ શકે છે.
આજે અમે તમને સપ્ટેમ્બરથી નવેમ્બર મહિનામાં ઉગાડવામાં આવતી શાકભાજીની ખેતી વિશે જણાવી રહ્યા છીએ, જેની ખેતી કરીને ખેડૂતો તગડી કમાણી કરી શકે છે.
રિંગણ- તેની ખેતી માટે રેતાળ લોન જમીન યોગ્ય માનવામાં આવે છે. રિંગણને તૈયાર થવામાં 50થી 60 દિવસનો સમય લાગે છે. તેની ખેતી કરીને ખેડૂતો સારો નફો કમાઈ શકે છે.
ફૂલાવર- આ દિવસોમાં ફૂલાવરની ખેતી કરીને બજારમાં પ્રતિ કિલો 100થી 150 રૂપિયા ભાવ મેળવી શકો છો. તેને તૈયાર થવામાં 30થી 50 દિવસનો સમય લાગે છે.
ગાજર- શિયાળાના દિવસોમાં બજારમાં ગાજરની માંગ વધી જાય છે. એવામાં જો તમે સપ્ટેમ્બર માસમાં ગાજરની વાવણી કરી આગામી 2 મહિનામાં તેને વેચી શકો છો.
લીલા મરચા- સપ્ટેમ્બર મહિનામાં મરચાની ખેતી એક સારો આઈડિયા હોઈ શકે છે. મરચાને પાકવામાં 70થી 90 દિવસો સમય લાગે છે. તેની ખેતી કરીને તમે આરામથી એક સિઝનમાં 2થી 3 લાખ રૂપિયાની કમાણી કરી શકો છો.