આ જ પાક્કો સમય! સોનામાં ભારે કમાણીનો મોકો

જોખમ ઉઠાવ્યા વગર રૂપિયા બનાવનારા લોકો માટે સોનામાં રોકાણ કરવું ગોલ્ડન દાવ સાબિત થઈ શકે છે. 

એક્સપર્ટનું પણ માનવું છે કે, તહેવારો પહેલા સોનું ખરીદનારા લોકોને આ વર્ષના અંત સુધી બમ્પર નફો થઈ શકે છે.

જો અત્યારે સોનામાં રોકાણ કરવામાં આવે તો માત્ર થોડા જ મહિનાની અંદર લગભગ 10 ટકા સુધી વળતર મેળવી શકાય છે.

LKP Securitiesના રિસર્ચ એનાલિસ્ટ જતિન ત્રિવેદીનું કહેવું છે કે, ડોલરના મુકાબલે રૂપિયામાં ઘટાડો દેખાઈ રહ્યો છે. 

આ ઉપરાંત તહેવારી સિઝન પણ ઘણી નજીક આવી ગઈ છે, ત્યારે રોકાણકારો સોનામાં રૂપિયા લગાવીને મોટી કમાણી કરી શકો છે.

એક્સપર્ટનું કહેવું છે કે, રોકાણકારોએ એક ખાસ એન્ટ્રી પોઈન્ટ પર જ સોનામાં રૂપિયા લગાવવા જોઈએ. 

એક્સપર્ટનું કહેવું છે કે, તેજી કાયમ રહેશે તો ડિસેમ્બરના અંત સુધી સોનાની કિંમત 61થી 62 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર સુધી પહોંચી શકે છે. 

તહેવારોની સિઝનમાં વધતી માંગને કારણે રોકાણકારોને દરેક તોલા પર 5,000 રૂપિયા સુધીનો નફો મળી શકે છે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.