નોકરીથી છૂટકારો મેળવવો હોય તો ખરીદી લો 10,000 રૂપિયાનું આ મશીન

જો તમે પણ નોકરીથી કંટાળી ગયા છો અને કોઈ બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો અમે તમારા માટે એક સારામાં સારો બિઝનેસ આઈડિયા લઈને આવ્યા છીએ.

આ બિઝનેસ આઈડિયા છે, પોલ્યૂશન ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરવાનો. 

કેન્દ્ર સરકાર તરફથી મોટર વ્હીકલ એક્ટ લાગૂ કરવામાં આવ્યો છે.  જેના કારણે પોલ્યૂશન ટેસ્ટિંગ સેન્ટરનો બિઝનેસ ઘણો તેજીથી વધી રહ્યો છે. 

MORE  NEWS...

6 મહિના જેલમાં જવું હોય તો જ રેલવેમાં લઈ જજો આ સામાન

Tata ગ્રુપની 6 કંપનીઓ થઈ જશે નાબૂદ, મળી ગઈ મંજૂરી; રોકાણકારોએ શું કરવું?

નોકરીથી છૂટકારો મેળવવો હોય તો ખરીદી લો 10,000 રૂપિયાનું આ મશીન

નવા મોટર વ્હીકલ એક્સટમાં પોલ્યૂશન સર્ટિફિકેશ નહીં હોવા પર ભારે દંડ લાગે છે. એવાાં બધા વાહન માલિકોને PUC સર્ટિફિકેટ બનાવવાની જરૂર પડે છે.

જો કોઈ વ્યક્તિ ડ્રાઈવ કરી રહ્યો છે અને તેની પાસે પોલ્યુશન સર્ટિફિકેટ નથી, તો તેના પર દંડ લાગી શકે છે. આ દંડની રકમ 10,000 રૂપિયા સુધી હોઈ શકે છે.

આ બિઝનેસને તમે હાઈવે-એક્સપ્રેસ વે પર શરૂ કરી શકો છો. શરૂઆતમાં તમારે માત્ર 10,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. પછી દર મહિને તમને 50,000 રૂપિયા સુધી કમાણી થઈ શકે છે. 

હાઈવે અને એક્સપ્રેસવે પર રોજના 1500-2000 રૂપિયા સુધી કમાણી થઈ જશે.

પ્રદૂષણ તપાસ કેન્દ્ર ખોલવા માટે તમારે સૌથી પહેલા લોકલ ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી લાયસન્સ લેવું પડશે. જેના માટે પહેલા નજીકની RTO ઓફિસમાં અરજી કરવી પડશે.

પ્રદૂષણ તપાસ કેન્દ્ર પેટ્રોલ પંપ, ઓટોમોબાઈલ વર્કશોપની આસપાસ ખોલી શકાય છે. તેના માટે અરજી કરવાની સાથે જ 10 રૂપિયાનું એફિડેવિટ આપવું પડશે. 

Pollution Testing Centreની દરેક રાજ્યમાં અલગ-અલગ ઓફિસ છે. કેટલાક રાજ્યોમાં તમે ઓનલાઈન પણ અરજી કરી શકો છો.

પોલ્યૂશન ટેસ્ટિંગ સેન્ટર ખોલવા માટે મોટર મિકેનિક્સ, ઓટો મિકેનિક્સ, સ્કૂટર મિકેનિક્સ, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, ડીઝલ મેકેનિક્સ કે પછી ઈન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યૂટ પાસેથી સર્ટિફિકેટ મેળવવું જરૂરી છે. તમારે સ્મોક એનાલાઈઝર ખરીદવું પડશે.

MORE  NEWS...

27 ઓક્ટોબર પહેલા ખરીદી લો આ કંપનીનો શેર, દિવાળીમાં જલસાં કરવા માટે ભેગા થઈ જશે રૂપિયા

જિંદગીમાં પોતાની એકપણ પ્રોડક્ટ નથી બનાવી, આ વ્યક્તિ બીજાનો સામાન વેચી વેચીને બની ગયો 95000 કરોડનો માલિક

વહેલી તકે લોક કરાવી દો આધારકાર્ડનું આ ઓપ્શન, નહીં તો ગમે ત્યારે બેંક ખાતું સાફ કરી દેશે સ્કેમર્સ

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.