જો તમે સંધિવા, ગાઉટની સમસ્યાથી પીડાતા હોવ તો તમારે મગફળીનું સેવન ટાળવું જોઈએ કારણ કે તે યુરિક એસિડનું લેવલ વધારી શકે છે.
મગફળીનું સેવન ટાળો
કોબીનું સેવન કરવાથી તમારા શરીરમાં યુરિક એસિડની માત્રા વધી શકે છે. કારણ કે કોબીમાં પ્યુરિન મળી આવે છે જે યુરિક એસિડને અસર કરે છે.
કોબીજનું સેવન ન કરો
તમારા ડાયેટમાં મીઠાઈઓનું પ્રમાણ ઓછું કરો. મીઠાઈઓ વધુ પડતા યુરિક એસિડનું નિર્માણ પણ કરી શકે છે. ખાંડયુક્ત પીણાં, સોડા અને વધુ પડતા મીઠા ફળો ઓછા કરો અથવા ટાળો.
મીઠી વસ્તુઓ અવોઇડ કરો
જે લોકોને યુરિક એસિડ વધી રહ્યો છે અથવા તે વધતા જવાનો ડર છે તેમણે એવા ખોરાકથી દૂર રહેવું જોઈએ જેમાં પ્યુરિન વધુ હોય. પ્યુરિન મશરૂમ, રાજમા અને સૂકા વટાણામાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.
પ્યુરિન ડાયેટથી દૂર રહો
જે લોકોના શરીરમાં યુરિક એસિડ આસાનીથી વધી જાય છે તેમણે નોન-વેજ ફૂડ ઓછું કે બિલકુલ ન ખાવું જોઈએ. તમારે ખાસ કરીને આ ખોરાક ખાવાનું ટાળવું જોઈએ
નોનવેજ ઓછુ ખાવ
જો તમે આલ્કોહોલનું સેવન કરો છો અને તમારું યુરિક એસિડ વધી ગયું છે તો આલ્કોહોલનું સેવન બંધ કરો. આલ્કોહોલમાં પ્યુરિનનું પ્રમાણ વધુ હોય છે જે યુરિક એસિડને વધારી શકે છે.
આલ્કોહોલથી દૂર રહો
ખાવાની સાથે સ્ટ્રેસથી દૂર રહેવું પણ જરૂરી છે. સ્ટ્રેસ આખા શરીરની કામગીરીને અસર કરે છે. જેની સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડે છે.
સ્ટ્રેસ ન લો
MORE
NEWS...
બીડી-ગુટકાના કારણે દાંત પર પીળાશ જામી ગઇ છે? તેલમાં આ વસ્તુ નાંખીને ઘસો
અંગ્રેજી દવાઓનો બાપ છે આ 5 પાન, છાતીમાં જામેલો કફ એક ઝાટકે કાઢશે બહાર
આ અલગ રેસિપીથી બનાવો ભરવા કારેલા, જોઇને મોઢુ બગાડનારા પણ માગીને ખાશે
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)